Home / Entertainment : Could the Sharvari wagh become the Next Big Thing

Chitralok : શું શર્વરી વાઘ 'નેક્સ્ટ બિગ થિંગ' બની શકશે?

Chitralok : શું શર્વરી વાઘ 'નેક્સ્ટ બિગ થિંગ' બની શકશે?

- ફરહાન અખ્તરની 'ડોન-થ્રી', યશરાજની 'આલ્ફા', આદિત્ય ધરની 'ધૂરંધર' અને સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ... આ સઘળી મોટી અને મહત્ત્વની ફિલ્મો છે. જો સઘળું સમુસૂતરું પાર પડયું તો 2026નું વર્ષ શર્વરી વાઘ માટે બ્રેકથુ્ર સાબિત થઈ શકે તેમ છે!

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શર્વરી વાઘ પોતાની અભિનય કારકિર્દીમાં નોંધપાત્ર ડગ માંડી રહી છે અને 'ડોન 3' માં મુખ્ય નાયિકા તરીકે તેના કાસ્ટિંગની જાહેરાત સાથે તેણે બોલિવુડના ઉચ્ચ વર્ગમાં પોતાનો પ્રવેશ નોંધાવ્યો છે. ફરહાન અખ્તર દિગ્દર્શિત 'ડોન 3' બોલિવુડની અતિ અપેક્ષિત પૈકી એક ફિલ્મ છે. કિયારા અડવાણીએ ગર્ભાવસ્થાને કારણે પ્રોજેક્ટ છોડી દેતા શર્વરી 'ડોન 3' માં રણવીર સિંહની હીરોઈન બનશે.

તેની આગામી ફિલ્મ 'આલ્ફા' યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની મુખ્ય રજૂઆત બનવા જઈ રહી છે. શર્વરીએ 'ડોન 3' ના શૂટ પહેલા 'આલ્ફા' માટે પ્રમોશનલ ફરજો પૂરી કરી લીધી છે અને બંને મોટા પ્રોજેક્ટમાં કોઈ અવરોધ ન સર્જાય તેની ખાતરી કરી છે. આદિત્ય ધરની 'ધુરંધર' માં પણ શર્વરી અને રણવીર સિંહની જોડી છે. 

શર્વરીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 'ધી ફરગોટન આર્મી-આઝાદી કે લિયે' થી કરી હતી જેમાં તેની સાથે સની કૌશલ મુખ્ય રોલમાં હતો. તેના પછી તેણે 'બંટી ઔર બબલી ટુ' માં પ્રસિદ્ધિ મેળવી. ધીમી શરૂઆત પછી શરવરી 'મુંજ્યા', 'મહારાજ' અને 'વેદા' જેવી હિટ ફિલ્મોમાં નજર આવી જેમાં દર્શકોએ તેના કામની ભારે પ્રશંસા કરી.

શર્વરી વાઘ અને આલિયા ભટ્ટ અભિનિત 'આલ્ફા' શર્વરીની કારકિર્દીનું વધુ એક સીમાચિહ્ન બની રહે તેવી પૂરી શક્યતા છે. આ ફિલ્મએ તેની સ્ટાર કાસ્ટ ઉપરાંત તેના તીવ્ર એક્શન દ્રશ્યો માટે પણ ભારે ઉત્કંઠા જગાવી છે. 

'મુંજ્યા', 'આલ્ફા' અને હવે 'ડોન 3' જેવા ત્રણ હાઈ પ્રોફાઈલ પ્રોજેક્ટમાં શર્વરીની સમાવિષ્ટતાથી નવી પેઢીની સૌથી આશાસ્પદ અભિનેત્રી તરીકે તેની સ્થિતિ વધુ દ્રઢ બની છે. નાના બજેટની ફિલ્મોમાંથી મોટી ફ્રેન્ચાઈસીમાં તેની સામેલગીરી બતાવે છે કે તે ટેલેન્ટેડ તો છે જ, સાથે સાથે એની ફિલ્મોની પસંદગી પણ અફલાતૂન છે.

વાત અહીં પૂરી થતી નથી. ફેમિલી ડ્રામા માટે પ્રસિદ્ધ સુરજ બડજાત્યા તેમની આગામી ફિલ્મ માટે એક હીરોઈનની શોધ કરી રહ્યા હતા. એક અહેવાલ મુજબ તેમની શોધ શર્વરીમાં પૂરી થઈ છે અને એને પોતાના આગામી પ્રોજેક્ટમાં સાઈન કરી પણ કરી લીધી છે. ફિલ્મનો હીરો છે આયુષ્યમાન ખુરાના. જોકે હજી સુધી ફિલ્મનું નામ અથવા અન્ય વિગતો જાહેર નથી કરાઈ. સૂરજ બરજાત્યા એવી અભિનેત્રીની શોધ કરી રહ્યા હતા જેના ચહેરા પર નિર્દોષતા અને શક્તિ બંને સહજ લાગી શકે. અનેક અભિનેત્રીઓના ઓડિશન લીધા પછી એમને શર્વરી આ રોલ માટે પરફેક્ટ લાગી છે. 

તમામ બાબતો સંકેત કરે છે કે જો સઘળું સમુસૂતરું પાર પડયું તો 2026નું વર્ષ શર્વરી વાઘ માટે બ્રેકથુ્અર સાબિત થશે. શર્વરી નેક્સ્ટ-બિગ-થિંગ બની શકે છે! માનો કે ન બને તો પણ તેનો કરીઅર ગ્રાફ જોવાની મજા આવશે એ તો નક્કી.

Related News

Icon