શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું અને તેના નિધનથી માત્ર તેના ફેન્સ અને પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આઘાત લાગ્યો છે. શેફાલી 'કાંટા લગા' ગીતથી જાણીતી થઈ હતી. 27 જૂનના રોજ અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે અભિનેત્રીએ આ દુનિયાને અલવિદા કહ્યું હતું. અભિનેત્રીના નિધન પછી, રાધિકા રાવ અને 'કાંટા લગા' ગીતના મ્યુઝિક ડાયરેક્ટર વિનય સપ્રુએ સોશિયલ મીડિયા પર શેફાલી જરીવાલાને શ્રદ્ધાંજલિ આપી કહ્યું કે 'કાંટા લગા' ગીતની સિક્વલ કે રિમેક ક્યારેય નહીં બને.

