મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાય છે કે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ જાહેરમાં ડ્રાઇવરને માર માર્યો હતો અને મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર વિરુદ્ધ કથિત રીતે 'વાંધાજનક' ટિપ્પણી કરવા બદલ માફી મગાવી હતી.

