Home / Gujarat / Surat : Shortage of medicines at Smmimer Hospital, patients have to spend money

Surat News: સ્મીમેર હોસ્પિટલમાં દવાની અછત, પખવાડિયાથી સામાન્ય બીમારીઓ માટે દર્દીને ખર્ચવા પડે છે રૂપિયા

Surat News: સ્મીમેર હોસ્પિટલમાં દવાની અછત, પખવાડિયાથી સામાન્ય બીમારીઓ માટે દર્દીને ખર્ચવા પડે છે રૂપિયા

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે. ત્યારે આ વખતે દવાની અછતના કારણે ચર્ચામાં આવી છે. 15 દિવસથી તાવ, માથામાં દુઃખાવા સહિતની સામાન્ય બીમારીઓને લગતી દવાઓની અછત સર્જાઈ રહી છે. આ દવાઓના કારણે વિવિધ ઓપીડીમાં દરરોજ સારવાર લેવા આવતા હજારથી વધારે દર્દીઓ પૈકી અમુક દર્દીઓને બહારથી દવાઓ લેવાની નોબત આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દર્દીઓ પૈસા ખર્ચવા મજબૂર

સ્મીમેર હોસ્પિટલમાં માથાના દુખાવા, તાવની બીમારી સહિતની સામાન્ય બીમારીને લઈને ઉપયોગમાં આવત્તી દવાઓની અછત સર્જાઈ રહી છે.આ દવાઓની અછત છેલ્લા એક પખવાડિયાથી સર્જાઇ રહી હોવાથી દર્દીઓને દવા બહારથી લેવાની નોબત સાથે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં વિવિધ ઓપીડીમાં સામાન્ય બિમારીને લઈને દવાઓની જરૂર પડતી હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ ઓપેડીમાં સારવાર માટે આવતા હોય છે. જેમાંથી સામાન્ય દવા લખવામાં આવતી હોય છે. પરંતુ દવાઓની અછતાના કારણે દર્દીઓને બહારથી દવા લેવી પડતી હોવાનું જાણવા મળ્યું છે.

સુપ્રિટેન્ડન્ટનો લૂલો બચાવ

સ્મિમેર હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શને જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં સીએમએસ દ્વારા દવા પૂરી પાડવામાં આવતી હોય છે. આ વર્ષની દવાઓ આપવાની કાર્યવાહી ચાલી રહી છે. જરૂરી દવાઓ હોય છે તે અહીં જ મળી રહે છે. જોકે અન્ય દવાઓ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી લેવી પડતી હોય છે. સ્મીમેર હોસ્પિટલમાં હાલ કોઈપણ દવાની અછત નથી. જે દવાઓ અહીં નથી હોતી તેની લોકલ સ્તરે ખરીદી કરવામાં આવે છે.

Related News

Icon