Home / Gujarat / Surat : Water shortage in summer itself

VIDEO: ઉનાળામાં જ પાણીની મોકાણ, Suratમાં ઘરે નળથી ગંદુ-દુર્ગંધયુક્ત જળ આવતાં લોકો પરેશાન

સુરતના પોશ ગણાતા અલથાણ અને ભીમરાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લોકોને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના ઘરે નળમાંથી આવી રહેલું પાણી ગંદુ, દુર્ગંધયુક્ત અને જીવાતભરેલું છે, જે ન માત્ર પીવા માટે અયોગ્ય છે, પણ રોજિંદા ઉપયોગ માટે પણ ખતરાને આમંત્રિત કરે છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે નળમાંથી આવતું પાણી સફેદ પડતું, માટીવાળું અને જીવાતોથી ભરેલું હોય છે. કેટલીક જગ્યાએ તો પાણીમાંથી વાસ આવી રહી છે, જેને કારણે લોકો હાથમુખ ધોવાના પણ ડરતાં થયા છે. સ્થાનિક મહિલાઓ અને વૃદ્ધોનું કહેવું છે કે બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ ખાસ કરીને જોખમી બની રહી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon