
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ રહી છે, જ્યાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી, જો રૂટની સદીને કારણે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 387 રન બનાવ્યા. ત્યારબાદ ભારતે પણ કેએલ રાહુલની સદીના આધારે 387 રન બનાવ્યા. પ્રથમ ઈનિંગ પછી, બંને ટીમો ટાઈ થઈ ગઈ. ત્રીજા દિવસના અંતે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા માટે ઉતરી, ત્યારે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ જાણી જોઈને સમય બગાડવાનો પ્રયાસ કર્યો. જેથી સમય પસાર થાય અને તેમને વધુ એક ઓવર ન રમવી પડે.
બુમરાહે ત્રીજા દિવસની છેલ્લી ઓવર ફેંકી
ઈંગ્લેન્ડ તરફથી ઝેક ક્રોલી અને બેન ડકેટ ઓપનિંગ કરવા આવ્યા હતા. ભારત તરફથી બોલિંગ એટેકની જવાબદારી જસપ્રીત બુમરાહે સંભાળી. જ્યારે બુમરાહ ઓવર નાખવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો, ત્યારે ક્રોલીએ સ્ટ્રાઈક ન લીધી અને તે બેટિંગ કરવાની સ્થિતિમાં નહતો દેખાતો. આનાથી સમય બગાડ્યો.
ક્રોલી મેદાનની બહાર ગયો હતો
પછી બીજી ઈનિંગ શરૂ થઈ અને ઝેક ક્રોલીએ બુમરાહના ઓવરના બે બોલ રમ્યા. પહેલા બોલ પર કોઈ રન ન બન્યો. બીજી તરફ, તેણે બીજા બોલ પર બે રન લીધા. આ પછી, ક્રોલીએ હદ પર કરી. બુમરાહ ત્રીજી બોલ ફેંકવા રન અપ લઈ રહ્યો હતો ત્યારે ક્રોલી ક્રીઝ પરથી ખસી ગયો. બુમરાહ આનાથી બિલકુલ ખુશ નહતો અને સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલ ત્યાંથી કંઈક બૂમ પાડે છે. ભારતીય ખેલાડીઓ ભેગા થાય છે.
https://twitter.com/StarSportsIndia/status/1944098144985526655
ભારતીય કેપ્ટન ગિલ ઈંગ્લિશ ખેલાડીઓ સાથે ઝઘડયો
આ પછી, બુમરાહે ઈંગ્લેન્ડના ઝેક ક્રોલીને ત્રીજો અને ચોથો બોલ ફેંક્યો છે. આ પછી, બુમરાહનો પાંચમો બોલ ક્રોલીના ગ્લોવ્ઝમાં વાગ્યો, જેના કારણે તે થોડી મુશ્કેલીમાં દેખાય છે. ફિઝિયો તેને તપાસવા માટે મેદાન પર આવ્યા. આ દરમિયાન, ભારતીય ખેલાડીઓ તાળીઓ પાડી રહ્યા હતા, જેનાથી વાતાવરણ ગરમ થઈ જાય છે. આ પછી શુભમન ગિલ ઈંગ્લિશ બેટ્સમેન ક્રોલી પાસે ગયો અને જોરથી કંઈક બૂમ પાડવા લાગ્યો. પછી ક્રોલી પણ તેને કંઈક કહેતો જોવા મળી રહ્યો હતો. આ પછી બેન ડકેટે દરમિયાનગીરી કરી અને કેપ્ટન ગિલ સાથે વાત કરી. ભારતીય ખેલાડીઓ તેમના કેપ્ટનને સ્પોર્ટ્સ આપતા જોવા મળ્યા હતા. વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. આ હાઈ વોલ્ટેજ ડ્રામા પછી, બુમરાહ પણ છેલ્લો બોલ ફેંકે છે અને ઓવર સમાપ્ત થાય છે.
ઈંગ્લેન્ડે ત્રીજા દિવસે પોતાની બીજી ઈનિંગ શરૂ કરી અને ફક્ત એક જ ઓવર રમી, જેમાં તેને બે રન મળ્યા. તે પણ ક્રોલીના બેટમાંથી આવ્યો. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના બેટ્સમેન કેટલો મોટો સ્કોર બનાવે છે.