
રોહિત શર્માની ટેસ્ટ નિવૃત્તિ પછી, શુભમન ગિલને તેનો ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યો. ગિલ, હાલમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં કેપ્ટનશિપ કરી રહ્યો છે. રોહિત શર્માએ હજુ સુધી ODI ફોર્મેટને અલવિદા નથી કહ્યું, પરંતુ ભારતીય ODI ટીમનો કેપ્ટન બદલવાનો વિષય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી ODI સિરીઝમાં, ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા નહીં પરંતુ શુભમન ગિલ કરી શકે છે.
જો અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો, યોજના એવી છે કે શુભમન ગિલ 2027 ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, પરંતુ રોહિત કેટલા સમય સુધી પોતાની કેપ્ટનશિપ સુરક્ષિત રાખી શકશે તે હજુ સ્પષ્ટ નથી. બીજી તરફ એક અન્ય અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે પણ ભારત તેની આગામી ODI સિરીઝ રમશે, ત્યારે શુભમન ગિલ રોહિત શર્માની જગ્યાએ કેપ્ટનશિપ કરશે. જો આપણે વર્તમાન શેડ્યૂલ પર નજર કરીએ, તો ભારતીય ટીમ ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે આગામી ODI સિરીઝ રમવાની છે.
શુભમન ગિલના અત્યાર સુધીના ODI કરિયર પર નજર કરીએ તો, તેણે 55 મેચોમાં 59.04ની એવરેજથી 2,775 રન બનાવ્યા છે. ODI ક્રિકેટમાં તેના નામે 8 સદી અને 15 અડધી સદી પણ છે.
ભારતીય ટીમની આગામી ODI શ્રેણી ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશ સાથે થવાની હતી, પરંતુ આ પ્રવાસ મુલતવી રાખવામાં છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની આગામી ODI સિરીઝ ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે હશે. વર્ષ 2025ના અંત પહેલા, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા અને પછી સાઉથ આફ્રિકા સામે ODI સિરીઝ રમવાની છે.