
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢોકેલિયા સહિતના અનેક વિસ્તારોમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકોમાં આ નવા સ્માર્ટ મીટરોને લઈને ભારે અસંતોષ જોવા મળ્યો છે.વિસ્તારના રહીશોએ આ મીટરોના વિરોધમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે. લોકોનો દાવો છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં વધારે પડતો વધારો થવાની શક્યતા છે, જેના કારણે તેઓ આ બદલાવને મંજૂર નથી કરતા.
લોકોને શંકા
સોનું પઠાણે જણાવ્યું કે: અમે સ્માર્ટ મીટરથી કોઈ ફાયદો નથી લાગતો. અમે જોઈ રહ્યાં છીએ કે જેઓના ઘરમાં આ મીટર લગાવાયા છે, તેઓને અગાઉ કરતા વધુ બીલ આવતું થયું છે. અમારું કુટુંબ મધ્યમ વર્ગનું છે અને આવી અણધારી બીલ ફાડવાં મુશ્કેલ બની જશે. શબ્બર શેખે કહ્યું કે, અમને આ મીટરની સચ્ચાઈ વિશે શંકા છે. બીલમાં વધારો કેવી રીતે થાય છે તેની કોઈ સ્પષ્ટતા આપવામાં આવતી નથી. અમારી માંગ છે કે પહેલાં એક સ્પષ્ટ સર્વે થાય, તેનું રિપોર્ટ જાહેર થાય અને ત્યારબાદ જ આવા મીટરો લગાવવામાં આવે.
રહીશોએ રોક્યા
ઢોકેલિયા વિસ્તારમાં જ્યારે વીજ વિભાગના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોએ તેમને રોકી લીધા હતા અને મીટર બદલવાની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. લોકોનું કહેવું છે કે આ મીટરો યોગ્ય રીતે કામ નથી કરતા અને ઘણીવાર બીલ અસંગત રીતે વધુ આવવાનું વળગે છે.અધિકારીઓ તરફથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, સ્માર્ટ મીટરો વધુ પદાર્થિક રીતે ચોકસાઈથી માપ લે છે અને માનવ ભૂલની શક્યતા ઘટે છે. તેમ છતાં, જો વિજ ગ્રાહકોને બિલમાં તફાવત લાગે છે, તો તેઓ ફરિયાદ કરી તપાસ કરાવી શકે છે.