Home / Gujarat / Surat : Sanitation worker commits suicide in presence of son

Suratની સ્મીમેર હોસ્પિટલના સફાઈ કર્મીએ દિકરાની નજર સામે કર્યો આપઘાત, વ્યાજખોરોના ત્રાસની આશંકા

Suratની સ્મીમેર હોસ્પિટલના સફાઈ કર્મીએ દિકરાની નજર સામે કર્યો આપઘાત, વ્યાજખોરોના ત્રાસની આશંકા

Surat News: ગુજરાતમાંથી સતત આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે એવામાં સુરતમાંથી હોસ્પિટલના સફાઈ કર્મી દ્વારા આત્મહત્યા કરવાનો મામલો સામે આવી રહ્યો છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતી એક મહિલાએ દીકરાની નજર સામે જ એસિડ ગટગટાવી આપઘાત કર્યો છે. વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની શક્યતાઓ સેવાઈ છે. હાલ તો ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, અંદાજિત રાત્રે 8વાગે આસપાસ ઘરે હર્ષિતા બેન ઘરે પોંહચી રહ્યા હતા. દીકરાને કોલ કર્યો અને "આજે કંઈક કરીશ" તેવું કહ્યું હતું. જેથી તાત્કાલિક દીકરો ઘરે પહોંચ્યો અને દીકરાની નજર સામે હર્ષિતબેને એસિડ પી લીધું હતું. જેથી તેમને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હર્ષિતાબેને દમ તોડ્યો હતો.

Related News

Icon