Home / Gujarat / Panchmahal : One arrested with 361 fake currency notes of Rs. 500

Panchmahal News: રુ.500ના દરની 361 નકલી ચલણી નોટ સાથે એકની ધરપકડ

Panchmahal News: રુ.500ના દરની 361 નકલી ચલણી નોટ સાથે એકની ધરપકડ

Panchmahal News: ગુજરાતમાંથી નકલી નોટ ઝડપાવવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં ફરી પંચમહાલમાંથી નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો છે. પંચમહાલ જિલ્લામાં મોરવા હડફના તાજપુરી વંદેલી ગામ તરફ જતાં આંતરિક માર્ગ ઉપર થી ભારતીય બનાવટની રૂપિયા ૫૦૦ના દરની ૩૬૧ નકલી ચલણી નોટો સાથે એક ઇસમ ઝડપાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પંચમહાલ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોરવા હડફના વિરણીયા ગામના રઘુવિરસિંહ અભેસિંહ ઘોડને ૫૦૦ના દરની નકલી ચલણી નોટો સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જોકે ૧.૮૦ લાખની કિંમતની નકલી ચલણી નોટો ઝડપાયેલો આરોપી ક્યાં અને કેવી રીતે લાવ્યો જેની હાલ મોરવા હડફ પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ કેટલીક નકલી ચલણી નોટો બજારમાં ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મોરવા હડફ પોલીસ મથકે ઝડપાયેલા આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Related News

Icon