
પોતાની હોટલમાં માદક પદાર્થ (હેરોઈન)નો જથ્થો રાખીને ગેરકાયદે રીતે વેચાણ કરી રોકડી કરી લેતા હોટલના માલિકની ગાંધીધામ ઓસઓજીએ હોટલ સંચાલકને ઝડપી પાડી આરોપી પાસેથી 6.25 લાખની કિંમતનો 12.50 ગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કરી આ આરોપી સામે એનડીપીએસ એક્ટ 1986 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીધામ શહેરમાં આવેલી હોટલ અપના પંજાબના સંચાલક બલવીન્દરસિંહ જયમલસિંહ પોતાની હોટલમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાની એસઓજી પોલીસને ખાનગી બાતમી મળી હતી. જેને લઈ પૂર્વ કચ્છ ગાંધીધામ એસઓજીએ દરોડા પાડીને આરોપી પાસેથી 6.25 લાખની કિંમતનો 12.50 ગ્રામ માદક પદાર્થ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો, આ ઉપરાંત આરોપી પાસેથી હેરોઈન, મોબાઈલ, રોકડ સહિત 7.52 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.