Home / Gujarat / Gir Somnath : 'What did the Supreme Court say about the pressure on the Somnath demolition site?

'વિધ્વંસ સ્થળે દબાણો રોકવા 6 ફૂટની દિવાલ પૂરતી, જાણો સોમનાથ મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું

'વિધ્વંસ સ્થળે દબાણો રોકવા 6 ફૂટની દિવાલ પૂરતી, જાણો સોમનાથ મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું

સુપ્રીમ કોર્ટે સોમવારે (28 એપ્રિલ 2025) ના રોજ ગુજરાત સરકારને કહ્યું કે, સોમનાથ મંદિર પાસે એક વિધ્વંસ સ્થળ પર દબાણ રોકવા માટે બનાવવામાં આવી રહેલી દિવાલ પાંચથી છ ફૂટ ઉંચી હોવી જોઇએ. અરજીકર્તાએ કહ્યું કે, 12 ફૂટની દિવાલ બનાવવામાં આવી રહી છે. તેમના વકીલે તેને 'ગ્રેટ વોલ ઓફ ચાઇના' ગણાવતાં વાંધો ઉઠાવતા કહ્યું કે ખબર નથી પડી રહી કે અંદર શું ચાલી રહ્યું છે. આ મામલે ગુજરાત સરકાર તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સનસનીખેજ માહોલ બનાવશો નહી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જસ્ટિસ ગવઇએ કહ્યું કે '12 ફૂટની દિવાલ બનાવશો નહી. જો તમે દબાણ રોકવા માંગો છો તો પાંચથી છ ફૂટ પુરતી છે. તુષાર મહેતાએ કહ્યું કે 12 ફૂટની દિવાલ બનાવવાનો દાવો અરજીકર્તા વકીલનું મૌખિક કથન માત્ર છે. 
 
એસજી મહેતાએ કહ્યું કે 'અમે કોઇ કિલેબંધી નથી કરી રહ્યા કે કોઇ અંદર ન જઇ શકે. આ ગેરકાયદે દબાણથી બચવા માટે છે.' જસ્ટિસ ગવઇએ તુષાર મહેતાને કહ્યું કે આ અંગે સંબંધિત જિલ્લાધિકારીને નિર્દેશ આપવામાં આવે. 

અરજીકર્તા તરફથી સીનિયર એડવોકેટ સંજય હેગડેએ કહ્યું કે અધિકારી પરિસરની દિવાલ બનાવીને યથાસ્તિતિને બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તુષાર મહેતાએ હેગડેના દાવાઓને નકારી કાઢ્યા અને આ મામલે સુપ્રીમમાં આપેલા તેમના પહેલાં નિવેદનનો ઉલ્લેખ કર્યો. 

તુષાર મહેતાએ 31 જાન્યુઆરીએ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે દબાણવાળી જમીન પર હિન્દુ ધાર્મિક અનુષ્ઠાનો સહિત કોઇપણ ગતિવિધિની મંજૂરી આપવામાં આવતી નથી. તેમણે સોમવારે કહ્યું કે સ્થિતિ પહેલાંની માફક છે. 

સંજય હેગડેએ કહ્યું કે, અધિકારી 12 ફૂટ ઉંચી દિવાલ બનાવી રહ્યા છે અને અરજીકર્તાને ખબર જ નથી કે અંદર શું થઇ રહ્યું છે. પીઠે કહ્યું કે 'તમને કેમ ખબર નહી હોય? હવે તો દરેક જગ્યાએ ડ્રોન ઉપલબ્ધ છે. ત્યારે સંજય હેગડેએ કહ્યું કે 'આ તો જાણે એવું છે જાણે કે ગ્રેટ વોલ ઓફ ચાઇના બનાવી દીધી હોય અને કહે તે એમે તમારી રક્ષા કરી રહ્યા છીએ. 

તુષાર મહેતાએ જવાબ આપતાં કહ્યું કે 'આ ગ્રેટ વોલ ઓફ ચાઇના નથી. મહેરબાની કરીને સનસનીખેજ બનાવશો નહી. અરજીદારે કહ્યું કે સ્થળ પર યથાસ્થિતિ બનાવી રાખવી જોઇએ. પીઠે સુનાવણી માટે 20 મેની તારીખ નક્કી કરી છે. 

Related News

Icon