Home / Entertainment : Son Of Sardaar 2 Trailer: Trailer of Ajay Devgn's film 'Son Of Sardaar 2' released, people liked it a lot

Son Of Sardaar 2 Trailer: અજય દેવગણની ફિલ્મ 'સન ઓફ સરદાર 2'નું ટ્રેલર રિલીઝ, લોકોને ખૂબ ગમ્યું

Son Of Sardaar 2 Trailer: અજય દેવગણની ફિલ્મ 'સન ઓફ સરદાર 2'નું ટ્રેલર રિલીઝ, લોકોને ખૂબ ગમ્યું

Son Of Sardaar 2 Trailer: અજય દેવગણની વર્ષ-2025ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સન ઓફ સરદાર 2' 25 જૂલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, રવિ કિશન, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ, ચંકી પાંડે, કુબ્રા સૈત, વિંદુ દારાસિંહ, મુકુલ દવે, શરત સક્સેના, અશ્વિની કાલસેકર, રોશની વાલિયા અને સાહિલ મેહતા જેવા કલાકારોની ટીમ છે. આ કોમેડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં અનલિમિટેડ મનોરંજનની સાથે ખૂબ જ ડ્રામા જોવા મળી રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'સન ઓફ સરદાર 2'નું ટ્રેલર રિલીઝ 
ફિલ્મનું ટ્રેલર 'સન ઓફ સરદાર'ની રોલરકોસ્ટર રાઈડની યાદ અપાવે છે. સાથે સ્ટાર્સની મસ્તીથી ભરેલુ જીવન પણ દર્શાવાયુ છે. એક સીનમાં તો અજય સની દેઓલની બોર્ડર ફિલ્મની વાર્તા પણ સંભળાવતા જોવા મળી રહ્યો છે. જસ્સીની ભૂમિકામાં અજય ખૂબજ રોમાંચક દેખાઈ રહ્યો છે. તેના ડાઈલોગ્સથી ઓડિયન્સના જરૂર ખુશખુશાલ થઈ જશે.

 

 

'સન ઓફ સરદાર 2'નું ટ્રેલર જોવા ચાહકોએ આપી પ્રતિક્રિયા 
Jio સ્ટૂડિયોઝ અને દેવગન ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત અને દેવગન ફિલ્મ્સ અને 'SOS 2' લિમિટેડ દ્વારા નિર્મિત 'સન ઓફ સરદાર 2' 25 જુલાઈ 2025ના રોજ રિલીઝ થશે. ટ્રેલર જોઈને ચાહકો સુપરએક્સાઇટેડ થઈ ગયા છે. એક યુઝરે લખ્યું, "અજય દેવગન ફરી એકવાર બ્લૉકબસ્ટર માટે તૈયાર થઈ રહ્યો છે." બીજા યુઝરે લખ્યું, "કેવી વાત છે, ધમાકેદાર ટ્રેલર જોઈને મજા આવી... ઝડપથી ફિલ્મ જોવા ઇચ્છે છે." એક અન્ય યુઝરે લખ્યું, "ટ્રેલર એટલું જબરદસ્ત છે, તો ફિલ્મ કેટલી ધાંસૂ હશે... મજા જ આવશે... બ્લૉકબસ્ટર પણ થશે ખાતરી છે." 

Related News

Icon