પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા બાદ બુધવારે સવારે ભારતીય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આમાં સેનાની બે મહિલા અધિકારીઓએ ભાગ લીધો હતો. એક વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને બીજા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી છે. સોફિયા અને વ્યોમિકાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર માહિતી આપી.

