South Africa અને Australiaએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જૂનમાં બંને ટીમો ટાઈટલ જીતવા માટે ટકરાશે. South Africaએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટાઈટલ મેચમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, ફાઈનલના 2 મહિના પહેલા South Africaને મોટો ઝટકો લાગ્યો છે. South Africaનો કેપ્ટન ઘાયલ થઈ ગયો છે.

