
ટીમ ઈન્ડિયાએ દુબઈમાં જીતનો ઝંડો ફરકાવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારત ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર પ્રથમ દેશ બની ગયો છે. શાનદાર જીતની એક ક્ષણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથી ખેલાડી મોહમ્મદ શમીની માતાને મળતો જોવા મળી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોહમ્મદ શમી તેમની માતા સાથે છે, ત્યારબાદ શમી વિરાટ કોહલીને તેમની માતાને મળવા લઈ જઈ રહ્યા છે. શમીની માતાને જોઈને કોહલી ઘણો ખુશ અને ભાવુક થઈ ગયો હતો કોહલીએ શમીની માતાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ પણ લીધા હતા.
https://twitter.com/bloodygloves__/status/1898787404296675570
કોહલીએ શમીની માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જોકે, કોહલી ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં સારું પ્રદર્શન કરી શક્યા નહોતા, માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ચેમ્પિયન બન્યા બાદ તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. કિંગ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે જીતની ઉજવણી કરી હતી. આ દરમિયાન મોહમ્મદ શમી પણ પરિવાર સાથે ઉજવણી કરી હતી. સ્ટાર બેટ્સમેને શમીની માતાના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/Gulzar__sahab/status/1898788307708104737
ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો
ન્યુઝીલેન્ડને હરાવીને ભારતે લાખો ભારતીય ચાહકોને ન માત્ર ડાન્સ કરવાની તક આપી, પરંતુ ઈતિહાસ પણ રચ્યો. ભારત એકમાત્ર એવો દેશ છે જેણે 3 વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ પહેલા ભારતે 2002માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને ફરીથી 2013માં એમએસ ધોનીની કપ્તાનીમાં.