Home / Sports : After the victory the three players sat on the field and took a photo.

ક્રિકેટના મેદાનમાં ગુજરાતીઓનો દબદબો! જીત બાદ ત્રણેય ખેલાડીઓએ મેદાન પર બેસીને પડાવ્યો ફોટો

ક્રિકેટના મેદાનમાં ગુજરાતીઓનો દબદબો! જીત બાદ ત્રણેય ખેલાડીઓએ મેદાન પર બેસીને પડાવ્યો ફોટો

ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી સંયુક્ત જીતી હતી, પછી 2013માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ  ઈન્ડિયાએ ટ્રોફી જીતી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવે 2025માં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે. ફાઈનલમાં ન્યુઝીલેન્ડને એક ઓવર બાકી હતી ત્યારે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ન્યુઝીલેન્ડે 50 ઓવરોમાં 7 વિકેટે 251 રન કર્યા હતા. ભારતે 6 વિકેટે 254 રન 49 ઓવરોમાં નોંધાવી ટાર્ગેટ પાર પાડી ફાઇનલ મેચ જીતી હતી. 

ત્રણ ગુજરાતીઓ છવાયા

ભારતની આ જીતમાં આખી ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો પરંતુ એમાં પણ ત્રણ ગુજરાતીઓએ મોટું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલ આખી ટુર્નામેન્ટમાં બોલિંગ અને બેટિંગમાં ટીમ માટે મદદરૂપ સાબિત થયો હતો. ફિલ્ડિંગમાં પણ તેણે કેટલાક શાનદાર કેચ ઝડપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ ટુર્નામેન્ટમાં 5 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ સેમિ ફાઇનલમાં યાદગાર દેખાવ કર્યો હતો અને ફાઇનલમાં પણ તેણે ઝડપથી રન બનાવી ટીમ પરથી દબાણ ઓછું કરી આપ્યું હતું. આમ ગુજરાતીઓના ઓલરાઉન્ડ દેખાવના સહારે ટીમ ઈન્ડિયા 12 વર્ષ પછી ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફી ઊંચકી શકી છે. 

ટ્રોફી મળ્યા બાદ ત્રણેય ગુજરાતી ખેલાડીઓએ મેદાન પર બેસી જઈને ફોટો પડાવ્યો હતો. હાર્દિક, અક્ષર અને જાડેજા સફેદ બ્લેઝરમાં મેદાન પર બેસી ઉજવણી કરતાં દેખાયા હતા. તેઓની સાથે શુભમન ગિલ પણ જોડાયો હતો. રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા અને દીકરી નિધ્યાના સાથે ફોટો પડાવ્યો હતો. વિકેટકીપર ઋષભ પંત પણ જાડેજાની દીકરી સાથે રમતો જોવા મળ્યો હતો.

ગુજરાતીએ ફટકાર્યો વિનિંગ શૉટ

અગાઉ T20 વર્લ્ડકપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં 16 રન ડિફેન્ડ કર્યા હતા. તેણે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલ મેચમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ વિનિંગ ચોગ્ગો ફટકાર્યો હતો. આમ ગુજરાતીઓ કોઇક રીતે ભારતની જીત સાથે જોડાયેલા રહ્યા છે.  

Related News

Icon