
ભારતીય ટીમ આ વર્ષે વેસ્ટ ઈન્ડીઝ અને સાઉથ આફ્રિકાની ટીમોની યજમાની કરવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કર્યા છે. ભારતીય ટીમ ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. આ પછી, ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં બે ટેસ્ટ, ત્રણ ODI અને પાંચ T20I મેચ માટે સાઉથ આફ્રિકાની ટીમની યજમાની કરશે.
વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ સિરીઝની બીજી મેચ 10 ઓક્ટોબરથી કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમવાની હતી, પરંતુ અપડેટ કરેલા શેડ્યૂલ મુજબ, આ મેચ હવે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ 14 નવેમ્બરથી નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમવાની હતી, પરંતુ હવે તેને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ખસેડવામાં આવી છે. બાકીની મેચોના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ
- પ્રથમ ટેસ્ટ: 2થી 6 ઓક્ટોબર, અમદાવાદ
- બીજી ટેસ્ટ: 10થી 14 ઓક્ટોબર, નવી દિલ્હી
સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ
- પ્રથમ ટેસ્ટ: 14થી 18 નવેમ્બર, કોલકાતા
- બીજી ટેસ્ટ: 22થી 26 નવેમ્બર, ગુવાહાટી
- પ્રથમ ODI: 30 નવેમ્બર, રાંચી
- બીજી ODI: 3 ડિસેમ્બર, રાયપુર
- ત્રીજી ODI: 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ
- પ્રથમ T20I: 9 ડિસેમ્બર, કટક
- બીજી T20I: 11 ડિસેમ્બર, મુલ્લાનપુર
- ત્રીજી T20I: 14 ડિસેમ્બર, ધર્મશાલા
- ચોથી T20I: 17 ડિસેમ્બર, લખનૌ
- પાંચમી T20I: 19 ડિસેમ્બર, અમદાવાદ
બીજી તરફ, ભારતીય મહિલા ટીમને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ સામે ત્રણ મેચની ODI સિરીઝ રમવાની છે. તેના શેડ્યૂલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા બે ODI મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે તેને મુલ્લાનપુર ખસેડવામાં આવી છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઉટફિલ્ડ અને પીચના નવીનીકરણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે.
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો ભારત પ્રવાસ
- પ્રથમ ODI: 14 સપ્ટેમ્બર, મુલ્લાનપુર
- બીજી ODI: 17 સપ્ટેમ્બર, મુલ્લાનપુર
- ત્રીજી ODI: 20 સપ્ટેમ્બર, નવી દિલ્હી
સાઉથ આફ્રિકાની મેસ-A ટીમ અને ભારત-A વચ્ચે 2 ચાર દિવસીય અનઓફિશિયલ ટેસ્ટ મેચ અને ત્રણ અનઓફિશિયલ ODI મેચ પણ રમવાની છે. આ મેચ 30 ઓક્ટોબર 2025થી શરૂ થશે. બંને ચાર દિવસીય મેચ પહેલાની જેમ બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે યોજાશે. જોકે, હવે ODI મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમથી ખસેડવામાં આવી છે. ODI મેચો હવે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે યોજાશે
ઓસ્ટ્રેલિયા મેન્સ-A ટીમનો ભારત પ્રવાસ
- પ્રથમ 4-દિવસીય મેચ: 16 થી 19 સપ્ટેમ્બર, લખનૌ
- બીજી 4-દિવસીય મેચ: 23 થી 26 સપ્ટેમ્બર, લખનૌ
- પ્રથમ ODI: 30 સપ્ટેમ્બર, કાનપુર
- બીજી ODI: 3 ઓક્ટોબર, કાનપુર
- ત્રીજી ODI: 5 ઓક્ટોબર, કાનપુર
સાઉથ આફ્રિકા મેન્સ-A ટીમનો ભારત પ્રવાસ
- પ્રથમ 4-દિવસીય મેચ: 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર, BCCI COE
- બીજી 4-દિવસીય મેચ: 6થી 9 નવેમ્બર, BCCI COE
- પ્રથમ ODI: 13 નવેમ્બર, રાજકોટ
- બીજી ODI: 16 નવેમ્બર, રાજકોટ
- ત્રીજી ODI: 19 નવેમ્બર, રાજકોટ