
ભારતીય ક્રિકેટ ટીમ સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. 5 ટેસ્ટ સિરીઝની પહેલી મેચ આવતીકાલ એટલે કે 20 જૂનથી લીડ્સના હેડિંગલી ગ્રાઉન્ડ પર રમાશે. ઓલી પોપ ત્રીજા નંબરે રમતો જોવા મળશે. જ્યારે જેકબ બેથેલ, ક્રિસ વોક્સ અને બ્રાઈડન કાર્સે પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરશે.
ECB દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન મુજબ, ઈંગ્લેન્ડની પુરૂષ ટીમે શુક્રવારથી રોથેસેના હેડિંગલી ખાતે ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે તેની પ્લેઈંગ ઈલેવન ટીમની જાહેરાત કરી છે. ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ ડિસેમ્બર પછી પહેલી વાર ટીમમાં પાછો ફર્યો છે. ફાસ્ટ બોલર બ્રાઈડન કાર્સે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડમાં છેલ્લી 5 ટેસ્ટ રમ્યા બાદ, ઘરઆંગણે પોતાની પહેલી ટેસ્ટ રમશે.
ઈંગ્લેન્ડનો મિડલ ઓર્ડર મજબૂત છે
ઈંગ્લેન્ડે ટોપ ઓર્ડરની જવાબદારી જેક ક્રોલી અને બેન ડકેટની ઓપનિંગ જોડીને સોંપી છે. બંને ઓપનર શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં, આ જોડીએ ઝિમ્બાબ્વે સામે ચાર દિવસીય ટેસ્ટમાં ઈંગ્લેન્ડની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓએ પ્રથમ મેચમાં બેવડી સદીની પાર્ટનરશિપ કરી હતી અને સદી પણ ફટકારી હતી. આ સિવાય ઈંગ્લેન્ડનો મિડલ ઓર્ડર મજબૂત છે.
મિડલ ઓર્ડરમાં ઓલી પોપ, ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ, હેરી બ્રુક અને વર્તમાન કેપ્ટન બેન સ્ટોક્સનો સમાવેશ થાય છે. બધાની નજર રૂટ પર રહેશે, જે ઈંગ્લેન્ડનો સૌથી વિશ્વસનીય ટેસ્ટ બેટ્સમેન છે અને તે વેસ્ટ ઈન્ડીઝ સામેની તાજેતરની ODI સિરીઝમાં મેચ વિનિંગ ઈનિંગ્સ રમ્યો હતો. હેરી બ્રુક ઘરઆંગણે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગશે. બેન સ્ટોક્સ સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે, તે બેટિંગમાં ઊંડાણ આપશે. વિકેટકીપર જેમી સ્મિથ નંબર 7 પર જોવા મળશે. ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ નંબર 8 પર મેદાનમાં ઉતરશે.
https://twitter.com/englandcricket/status/1935328995891200168
પહેલી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડનો પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સે, જોશ ટંગ, શોએબ બશીર.
ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
- પહેલી ટેસ્ટ: 20થી 24 જૂન
- બીજી ટેસ્ટ: 2થી 6 જુલાઈ
- ત્રીજી ટેસ્ટ: 10થી 14 જુલાઈ
- ચોથી ટેસ્ટ: 23થી 27 જુલાઈ
- 5મી ટેસ્ટ: 31 જુલાઈથી 4 ઓગસ્ટ