Home / Sports : Gavaskar was furious at this move of England

IND vs ENG / ઈંગ્લીશ ટીમની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી પાસે કરી નિયમ બદલવાની માંગ

IND vs ENG / ઈંગ્લીશ ટીમની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી પાસે કરી નિયમ બદલવાની માંગ

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની ત્રીજી મેચ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. 12મી જુલાઈએ આ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગ 387ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડની ફિલ્ડિંગ સ્ટ્રેટેજી પર સવાલ ઉઠાવ્યા છે. કારણ કે, ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે શોર્ટ બોલ સ્ટ્રેટેજી અપનાવીને સાત ફિલ્ડર્સને લેગ સાઈડ પર રાખ્યા. આમાંથી ચાર ખેલાડીઓ બાઉન્ડ્રી પાસે ઊભા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુનીલ ગાવસ્કરે ICC પાસે માંગ કરી

ઈંગ્લેન્ડની ટીમે ભારતીય વિકેટકીપર બેટર રિષભ પંતને આઉટ કરવા માટે આ સ્ટ્રેટેજી અપનાવી હતી. આ મામલે સુનીલ ગાવસ્કરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાસે માંગ કરી છે કે, "ફિલ્ડિંગ અંગે નિયમો બનાવવામાં આવે."

કોમેન્ટ્રી દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, "ઈંગ્લેન્ડે સાત ફિલ્ડર્સ લેગ સાઈડ પર ઊભા રાખ્યા છે. તેમાંથી ચાર બાઉન્ડ્રી પર છે. આ યોગ્ય નથી. આ કેવા પ્રકારનું ક્રિકેટ છે? ICCએ આ અંગે નિયમો બનાવવા જોઈએ."

ICC ટેકનિકલ કમિટીના હેડ સૌરવ ગાંગુલીને આ અંગે કાર્યવાહી કરવા અંગે સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, "જો તેઓ (સૌરવ ગાંગુલી) સાંભળી રહ્યા હોય તો તેમણે આ અંગે નિયમો બનાવવા જોઈએ. લેગ સાઈડ પર મહત્તમ ફિલ્ડર્સની સંખ્યા પર મર્યાદા હોવી જોઈએ." નોંધનીય છે કે, ઈગ્લેન્ડે ભારત સામે અત્યાર સુધી રમાયેલી ત્રણેય ટેસ્ટમાં શોર્ટ બોલ રમવાની અને લેગ સાઈડ પર મહત્તમ સંખ્યામાં ફિલ્ડર્સ મૂકવાની સ્ટ્રેટેજી અપનાવી છે. જોકે, ઈગ્લેન્ડે આનો બહુ ફાયદો નથી મળ્યો. પરંતુ જ્યારે વિકેટ નથી મળતી, ત્યારે યજમાન ટીમ આસ્ટ્રેટેજી અપનાવે છે.

પાંચ મેચની ટેસ્ટ સિરીઝ ભારત-ઈંગ્લેન્ડ 1-1ની બરાબરી પર 

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની આ ટેસ્ટ સિરીઝ હાલ 1-1ની બરાબરી પર છે. ટેસ્ટ સિરીઝની પહેલી મેચ લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડે 5 વિકેટથી જીત મળી હતી. પછી બર્મિઘમના એજબેસ્ટન મેદાન પર રમાયેલી બીજીમાં ભારતીય ટીમે 336 રનોથી શાનદાર જીત મેળવી હતી. હવે આ મુકાબલો બંને ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ભારતીય ટીમની પહેલી ઈનિંગમાં સ્ટાર બેટર યશસ્વી જાયસ્વાલ (13 રન) કંઈ ખાસ ન કરી શક્યો અને બીજી ઓવરમાં જોફ્રા આર્ચરનો શિકાર બન્યો. કરૂણ નાયરે પણ સેટ થયા બાદ પોતાની વિકેટ ગુમાવી. કરૂણે 62 બોલ પર 40 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા. ત્યારે, કેપ્ટન શુભમન ગિલ 16 રન બનાવીને ક્રિસ વોક્સના બોલ પર આઉટ થઈ ગયો. ત્યારબાદ કેએલ રાહુલે સદી ફટકારી પરંતુ તે 100 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ જાડેજાએ 72 રનોની ઈનિંગ રમી અને ભારતીય ટીમ 387ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

Related News

Icon