Home / Sports : Guru Yuvraj Singh praised Abhishek Sharma's innings

INDVsENG: 'મને તારા પર ગર્વ', 'ગુરૂ' યુવરાજ સિંહે અભિષેક શર્માની ઇનિંગની કરી પ્રશંસા

INDVsENG: 'મને તારા પર ગર્વ', 'ગુરૂ' યુવરાજ સિંહે અભિષેક શર્માની ઇનિંગની કરી પ્રશંસા

દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટી-20 મેચમાં અભિષેક શર્મા દ્વારા 135 રનની ઇનિંગ રમ્યા બાદ પ્રશંસા કરી હતી. યુવરાજ સિંહે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા અભિષેક શર્માની પ્રશંસા કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુવરાજ સિંહે શું કહ્યું?

યુવરાજ સિંહે X પર પોસ્ટ કરતા કહ્યું, 'શાનદાર ઇનિંગ અભિષેક શર્મા. હું તમને અહીં જોવા માંગતો હતો, તારા પર ગર્વ છે.'

અભિષેક શર્માએ પણ યુવરાજની કરી પ્રશંસા

અભિષેક શર્માએ મેચ બાદ ખુશી વ્યક્ત કરી હતી અને મજાક પણ કરી હતી. અભિષેક શર્માએ કહ્યું, 'આ યુવીપાની પ્રથમ પોસ્ટ છે જેમાં અંતમાં તેમને સારૂ થયું કે, મને ઠપકો ના આપ્યો અથવા મને ચંપલથી મારવા આવશે જેવી વાતો ના લખી.'

યુવરાજે કરી હતી ભવિષ્યવાણી

અભિષેક શર્માએ કહ્યું કે તેમને જ્યારે યુવરાજ સિંહ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું તો ભારતના પૂર્વ ઓલરાઉન્ડરે તેમને કહ્યું હતું કે એક દિવસ તમે ભારત માટે રમશો અને મેચ જીતાડશો. અભિષેક શર્માએ કહ્યું, 'ત્રણ વર્ષ પહેલા જ્યારે મે યુવી સાથે કામ કરવાનું શરૂ કર્યું તો તેમને એમ કહ્યું હતું કે મહેનત કરતા રહો, એક દિવસ તમે ભારત માટે રમશો અને મેચ જીતાડશો.'

અભિષેક શર્માએ ફટકારી સદી

અભિષેક શર્માએ આ મેચમાં 54 બોલમાં 135 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં અભિષેક શર્માએ સાત ફોર અને 13 સિક્સર ફટકારી હતી. ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 247 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ અભિષેક શર્માની બરાબર પણ રન બનાવી શકી નહતી અને 97 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ

અભિષેક શર્માએ આ મેચમાં 17 બોલમાં અડધી સદી અને 37 બોલમાં સદી ફટકારી હતી. તે ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા નંબર પર આવી ગયો છે. આ મેચમાં અભિષેક શર્માએ રોહિત શર્માને પાછળ છોડતા એક ટી-20 મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. અભિષેક શર્માએ બે વિકેટ પણ ઝડપી હતી અને તે એક જ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં સદી ફટકારવાની સાથે વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે.

 

 

 


Icon