Home / Sports : Highest first class total of 820 runs first time in 180 years

એકે ટ્રિપલ સેન્ચુરી તો 3 બેટ્સમેને ફટકારી સદી, 820 રન પર ડિક્લેર કરી ઈનિંગ, ઈંગ્લેન્ડમાં બન્યો મોટો રેકોર્ડ

એકે ટ્રિપલ સેન્ચુરી તો 3 બેટ્સમેને ફટકારી સદી, 820 રન પર ડિક્લેર કરી ઈનિંગ, ઈંગ્લેન્ડમાં બન્યો મોટો રેકોર્ડ

સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે 30 જૂન 2025ના રોજ ઈતિહાસ રચ્યો હતો. ડરહામ સામે કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન વન મેચના બીજા દિવસે 820/9 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી હતી. ક્લબના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ટીમ સ્કોર હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

180 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે આટલો મોટો સ્કોર બનાવ્યો. અગાઉ 1899માં 811 રનનો મોટો સ્કોર બન્યો હતો. આ જ મેદાન પર સમરસેટ સામે આવેલો 126 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો.

કાઉન્ટી ચેમ્પિયનશિપના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું

કાઉન્ટી ચેમ્પિયનશિપ ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે, જેમાં ટીમ સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે પ્રથમ ઈનિંગમાં 820 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી હતી. આ ટીમના 4 બેટ્સમેનોએ સદી ફટકારી હતી અને આમાંથી એક ખેલાડીએ ત્રેવડી સદી ફટકારી હતી. આ દરમિયાન, ક્રિકેટના 180 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ટીમે એક ઈનિંગમાં 800થી વધુ રન બનાવ્યા. આ સાથે, આ ઈનિંગ ઈતિહાસમાં નોંધાઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે ઓવલ ખાતે ડરહામ સામે રમાયેલી આ મેચમાં, સરેના ઓપનર ડોમ સિબલીએ 475 બોલમાં શાનદાર 305 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 29 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેની પહેલી ત્રેવડી સદી હતી.

માત્ર સિબલી જ નહીં, ટીમના બાકીના બેટ્સમેનોએ પણ આ પર્વત જેવો સ્કોર ઊભો કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ડેન લોરેન્સે 149 બોલમાં ધમાકેદાર 178 રન બનાવ્યા હતા, જ્યારે સેમ કરને 124 બોલમાં આક્રમક 108 રન બનાવ્યા હતા. વિલ જેક્સે પણ 94 બોલમાં તોફાની 119 રન બનાવ્યા હતા, જેમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો.

બીજી તરફ, ડરહામના બોલરો માટે આ સ્કોરબોર્ડ જોવું ખૂબ મુશ્કેલ હતું. જ્યોર્જ ડ્રિસેલે 45 ઓવરમાં 1 વિકેટે 247 રન આપ્યા, જે તેના માટે ખૂબ જ મુશ્કેલ સ્પેલ હતો.રોડ્સ ડરહામ માટે સૌથી સફળ બોલર રહ્યો, તેણે 131 રનમાં 3 વિકેટ લીધી હતી.

ડરહામની ટીમ 761 રન પાછળ છે

સરેની ટીમે 9 વિકેટના નુકસાન પર 820 રન પર પ્રથમ ઈનિંગ ડિકલેર કરી હતી. આજે એટલે કે 1 જુલાઈ 2025 આ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ છે. બીજા દિવસની રમત સુધી, ડરહામની ટીમે 1 વિકેટના નુકસાન પર 59 રન બનાવ્યા હતા. તેઓ હાલમાં સરે ટીમથી 761 રન પાછળ છે.

Related News

Icon