Home / Sports / Hindi : CSK won match after 5 consecutive defeats in IPL 2025

IPL 2025 / MS Dhoni એ બદલ્યું CSKનું નસીબ, સતત 5 મેચ હાર્યા બાદ મળી જીત

IPL 2025 / MS Dhoni એ બદલ્યું CSKનું નસીબ, સતત 5 મેચ હાર્યા બાદ મળી જીત

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 5 વિકેટે હરાવ્યું છે. સતત પાંચ હારનો સામનો કર્યા બાદ ચેન્નઈએ IPL 2025માં પ્રથમ જીત મેળવી. એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, LSG એ પ્રથમ બેટિંગ કરીને 166 રન બનાવ્યા, જેના જવાબમાં, CSK ટીમે છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં 5 વિકેટથી જીત મેળવી. એમએસ ધોની (MS Dhoni) એ 11 બોલમાં 26રનની તોફાની ઈનિંગ રમીને CSKની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

167 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને સારી શરૂઆત મળી હતી. ડેબ્યુ મેચ રમી રહેલા શેખ રશીદે રચિન રવિન્દ્ર સાથે મળીને પાંચ ઓવરના અંત પહેલા CSKનો સ્કોર 50 પ્લસ પહોંચાડી દીધો હતો. રશીદ પોતાની ડેબ્યુ મેચમાં 19 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. રચિન રવિન્દ્ર પણ પોતાની સારી શરૂઆતને મોટી ઈનિંગમાં ફેરવી ન ફેરવી શક્યો અને પાર્ટ-ટાઇમ બોલર એડન માર્કરામના બોલ પર 37 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી.

રાહુલ ત્રિપાઠીનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું કારણ કે તે ફક્ત 9 રન બનાવીને આઉટ થયો. તેના થોડા સમય પછી, રવિન્દ્ર જાડેજા પણ 7 રન બનાવીને આઉટ થયો. એક સમયે ચેન્નાઈએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 52 રન બનાવ્યા હતા, પરંતુ પછીના 44 રનમાં, CSK ટીમે 4 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી. વિજય શંકર પણ સતત નિષ્ફળ રહ્યો છે, તેના આઉટ થયા પછી ચેન્નાઈએ 111 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે CSKને જીત માટે 30 બોલમાં 56 રનની જરૂર હતી.

એમએસ ધોની અને શિવમ દુબેનું શાનદાર પ્રદર્શન

છેલ્લી 5 ઓવરમાં, એમએસ ધોની (MS Dhoni) અને શિવમ દુબેએ શાનદાર બેટિંગ કરી અને LSGના બોલરો પર દબાણ બનાવ્યું. ધોની અને દુબે વચ્ચે 57 રનની અણનમ પાર્ટનરશિપ થઈ, જેના કારણે CSKને સતત પાંચ હાર બાદ જીત મળી. IPL 2025માં 7 મેચોમાં CSKની આ માત્ર બીજી જીત છે. ધોનીએ 11 બોલમાં 26 રન બનાવ્યા, જ્યારે શિવમ દુબેએ 37 બોલમાં 43 રનની અણનમ ઈનિંગ રમી હતી.

Related News

Icon