
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે કમેન્ટેટર્સની સતત ટીકા બાદ હવે તેમને જવાબ આપ્યો છે. ગયા વર્ષે યોજાયેલા IPL 2025 મેગા ઓક્શનમાં શાર્દુલ અનસોલ્ડ રહ્યો હતો. પરંતુ મોહસીન ખાન ટૂર્નામેન્ટમાંથી બહાર થયા પછી, LSG એ તેને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કર્યો. શાર્દુલને ટીમમાં સમાવવાનો આ નિર્ણય અત્યાર સુધી LSG માટે યોગ્ય સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
શાર્દુલ આ સિઝનમાં LSG માટે અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 12 એપ્રિલના રોજ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇઈટન્સ (GT) સામે LSGની છ વિકેટની જીતમાં શાર્દુલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
શાર્દુલ ઠાકુરે બોલરોની પ્રશંસા કરી
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં શાર્દુલે કહ્યું કે તે હંમેશા માનતો હતો કે બોલિંગ યુનિટ તરીકે, તેની ટીમે સમગ્ર સિઝન દરમિયાન સારી બોલિંગ કરી છે. કમેંટ્રીમાં ઘણીવાર ટીકા થાયય છે. તેઓ બોલરો સામે કડક બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમણે સમજવું પડશે કે ક્રિકેટ એક ચોક્કસ દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યાં 200 પ્લસ સ્કોર હવે સામાન્ય સ્કોર બની રહ્યો છે.
ખેલાડીએ વધુમાં કહ્યું કે પ્રથમ બેટિંગ કરતી વખતે બે વાર ટાર્ગેટ ડિફેન્ડ કરવાનો શ્રેય તેની ટીમને જાય છે. તેણે કહ્યું, "અમે સારો સ્કોર બનાવ્યો, પિચ બેટિંગ માટે સારી થઈ ગઈ અને ઘણા ફેરફારો છતાં, અમે તાગેત ડિફેન્ડ કરવામાં સફળ રહ્યા." તો વાત હતી અંત સુધી પોતાનું સંયમ જાળવી રાખવાની અને પોતાના પર વિશ્વાસ રાખવાની કે તે મેચ જીતી શકે છે. આ માટે ટીમને વિકેટ અથવા સારી ઓવરની જરૂર હોય છે.
શાર્દુલ ઠાકુર કમેન્ટેટર્સ પર ગુસ્સે થયા
શાર્દુલે આગળ કહ્યું કે, "જેમ તમે કહ્યું તેમ, ટીકા હંમેશા રહેશે, ખાસ કરીને કમેન્ટેટર્સ તરફથી. સ્ટુડિયોમાં બેસીને કોઈની બોલિંગ પર ટિપ્પણી કરવી સહેલી છે, પરંતુ તેઓ મેદાન પરનું વાસ્તવિક ચિત્ર નથી જોતા. મારું માનવું છે કે કોઈની પણ ટીકા કરતા પહેલા તેમણે પોતાના આંકડા જોવા જોઈએ."