
IPL 2025 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પોતાનો કેપ્ટન બદલ્યો છે. 11 એપ્રિલે KKR સામે રમાયેલી મેચમાં એમએસ ધોની (Dhoni) કેપ્ટનશિશીપ કરતો જોવા મળ્યો હતો. વર્ષ 2023 પછી IPLમાં આ પહેલીવાર હતું જ્યારે એમએસ ધોની (Dhoni) એ ટીમની કમાન સંભાળી હોય. પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. આ સિઝનમાં, CSKની ટીમ સતત 5 મેચ હારી ગઈ છે અને પ્લેઓફની રેસમાં ઘણી પાછળ રહી ગઈ છે. CSKની ટીમે KKR સામે ખૂબ જ શરમજનક પ્રદર્શન કર્યું. જે બાદ ધોની (Dhoni) એ પોતાની ટીમ પર સવાલો ઉઠાવ્યા હતા.
CSKની શરમજનક હાર પર ધોનીએ શું કહ્યું?
ગઈ સિઝનથી IPLમાં રમત ઘણી બદલાઈ ગઈ છે. હવે 200 રનનો સ્કોર એક સામાન્ય બાબત બની ગઈ છે. મેચના પહેલા જ બોલથી બેટ્સમેન આક્રમક બેટિંગ કરે છે. પરંતુ આ સિઝનમાં CSK તરફથી હજુ સુધી આવું કઈ નથી જોવા મળ્યું. તે મેચની શરૂઆત ખૂબ જ ધીમી કરે છે, જેના કારણે તેને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. KKR સામે પણ, CSKની ટીમ પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવીને માત્ર 31 રન બનાવી શકી હતી. આવી સ્થિતિમાં ટીમની હાર બાદ ધોની (Dhoni) એ એક મોટું નિવેદન આપ્યું હતું.
એમએસ ધોનીએ કહ્યું, 'અમને કોઈ મોટી પાર્ટનરશિપ નથી મળી અને થોડી વધુ પાર્ટનરશિપ, પ્રયોગ કર્યા પછી અમે ઠીક થઈશું. સંજોગોને જોવું એ મહત્વનું છે, અમે કેટલીક મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. અમારા ઓપનર્સ સારા ઓપનર્સ છે, ઓથેંટિક ક્રિકેટ શોટ રમે છે, તેઓ સ્લોગ નથી કરતા કે લાઈન પાર કરવાનો પ્રયાસ નથી કરતા. પરંતુ એ મહત્ત્વનું છે કે આપણે સ્કોરબોર્ડ જોઈને પોતાના પર દબાણ ન લાવીએ. જો અમે આ લાઈનઅપ સાથે પાવરપ્લેમાં 60 રન શોધવાનું શરૂ કરીશું, તો તે અમારા માટે ખૂબ મુશ્કેલ હશે."
ખેલાડીઓએ ભૂલો સુધારવી પડશે
એકતરફી હાર બાદ ધોની (Dhoni) એ એમ પણ કહ્યું હતું કે ટીમને ઊંડા આત્મનિરીક્ષણની જરૂર છે અને ખેલાડીઓએ પોતાની ભૂલો જોવી પડશે અને તેને સુધારવી પડશે. ધોનીએ કહ્યું, "ફક્ત આજે જ નહીં, આ સિઝનમાં ઘણી વખત વસ્તુઓ અમારા પક્ષમાં નથી ગઈ. અમે ક્યાં ભૂલો કરી રહ્યા છીએ તે જોવું પડશે અને તેને સુધારવી પડશે. અમારે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. પરિસ્થિતિ પડકારજનક હતી પણ અમારે તેનો સામનો કરવો પડ્યો. સ્કોરબોર્ડ પર પૂરતા રન નહતા. બોલ અટકી રહ્યો હતો અને સ્પિન એટેક સામે આ મુશ્કેલ છે. જો તમે વિકેટ ગુમાવો છો તો મેચમાં પાછા ફરવું મુશ્કેલ બની જાય છે."