
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાયેલી મેચમાં અભિષેક શર્મા સાથે ઝઘડો કરવા બદલ દિગ્વેશ રાઠીને આકરી સજા ફટકારવામાં આવી છે. BCCI એ દિગ્વેશ પર એક મેચનો બેન મૂક્યો છે. તે ગુજરાત ટાઈટન્સ (GT) સામેની મેચમાં નહીં રમી શકે. આ સાથે, તેની મેચ ફીના 50 ટકા પણ કાપવામાં આવ્યા છે. અભિષેકે પણ તેની મેચ ફીના 25 ટકા ગુમાવવા પડ્યા. મેદાન પર અભિષેક અને દિગ્વેશ વચ્ચે ઉગ્ર દલીલ જોવા મળી. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ખેલાડીઓ અને અમ્પાયરને દરમિયાનગીરી કરવી પડી હતી.
દિગ્વેશ રાઠી પર બેન લાગ્યો
દિગ્વેશ રાઠીને મેદાનની વચ્ચે અભિષેક શર્મા સાથે બબાલ કરવા બદલ ભારે સજા ભોગવવી પડશે. BCCI એ દિગ્વેશ પર એક મેચનો બેન મૂક્યો છે. આ પહેલી વખત નથી જ્યારે દિગ્વેશ સામે સામે એક્શન લેવમાં આવી હોય. આ પહેલા પણ LSGના આ સ્પિનરને તેના વર્તનને કારણે મેચ ફી ગુમાવવી પડી છે. દિગ્વેશના હવે કુલ 5 ડિમેરિટ પોઈન્ટ છે અને તેના કારણે તેના પર એક મેચનો બેન લાગ્યો છે.
https://twitter.com/CricCrazyJohns/status/1924685617809784918
અભિષેકને પણ સજા મળી
દિગ્વેશની સાથે અભિષેક શર્મા સામે પણ એક્શન લેવામાં આવી છે. અભિષેકની મેચ ફીના 25 ટકા કાપવામાં આવ્યા છે. બંને વચ્ચે બબાલ ત્યારે કહેલું થઈ જ્યારે અભિષેકની વિકેટ લીધા પછી, દિગ્વેશે તેનું નોટબુક સેલિબ્રેશન કર્યું. જોકે, સેલિબ્રેશનની આ રીત અભિષેકને પસંદ ન આવી અને બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર દલીલ થઈ. મામલો એટલો બગડ્યો કે તે મારામારી સુધી પણ પહોંચી ગયો. અમ્પાયર અને ખેલાડીઓએ દરમિયાનગીરી કરી અને બંને ખેલાડીઓને અલગ કર્યા હતા.