
IPL 2025નો પ્રારંભ થઇ ગયો છે. IPLની અલગ અલગ ફ્રેન્ચાઇઝીમાં કેટલાક ગુજરાતી ખેલાડીઓ પણ રમી રહ્યાં છે. આ ગુજરાતી ખેલાડીઓને ભેગા કરવામાં આવે તો એક આખી ટીમ ઉભી થઇ જાય. IPL 2025માં બે ટીમ એવી છે જેના કેપ્ટન ગુજરાતી છે. આ દરમિયાન અમે તમને કઇ ટીમમાં કેટલા ગુજરાતી ખેલાડીઓ છે તેના વિશે જણાવી રહ્યાં છીએ.
હાર્દિક પંડ્યા (કેપ્ટન,મુંબઇ ઇન્ડિયન્સ)
હાર્દિક પંડ્યા મૂળ વડોદરાનો છે અને વડોદરા તરફથી રણજી ટ્રોફી રમી ચુક્યો છે. હાર્દિક પંડ્યા અત્યારે મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન છે. હાર્દિક પંડ્યા આ પહેલા IPLમાં એક વખત ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી ચુક્યો છે.
જસપ્રિત બુમરાહ (મુંબઇ ઇન્ડિયન્સ)
જસપ્રિત બુમરાહ અમદાવાદનો છે. જસપ્રિત બુમરાહ ગુજરાત તરફથી રણજી ટ્રોફીમાં રમી ચુક્યો છે. જસપ્રિત બુમરાહ મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો મહત્ત્વનો ભાગ છે. બુમરાહ અત્યારે NCAમાં છે પણ જલદી તે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળી શકે છે.
રવિન્દ્ર જાડેજા (ચેન્નાઇ સુપરકિંગ્સ)
રવિન્દ્ર જાડેજા મૂળ જામનગરનો છે અને IPLમાં ચેન્નાઇ સુપરકિંગ્સનો મહત્ત્વનો ભાગ છે.
અક્ષર પટેલ (કેપ્ટન,દિલ્હી કેપિટલ્સ)
અક્ષર પટેલ મૂળ નડિયાદનો છે. અક્ષર પટેલ ગુજરાતની રણજી ટીમ તરફથી ઘરેલુ મેચ રમે છે. અક્ષર પટેલ અત્યારે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સે IPL 2025ની પ્રથમ મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સને હરાવ્યું છે.
કૃણાલ પંડ્યા (રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ)
કૃણાલ પંડ્યા મૂળ વડોદરાનો છે. કૃણાલ પંડ્યા રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી રમે છે. કૃણાલ પંડ્યાએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 3 વિકેટ ઝડપીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
હર્ષલ પટેલ (સનરાઇઝર્સ હૈદરાબાદ)
હર્ષલ પટેલ મૂળ સાણંદનો છે અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL 2025માં રમી રહ્યો છે.
IPL કરિયર:
મુંબઇ ઇન્ડિયન્સ (2012), રોયલ ચેલેન્જર્સ બેંગલોર (2018-2021, 2021માં પર્પલ કેપ જીતી), દિલ્હી કેપિટલ્સ (2022-2023), પંજાબ કિંગ્સ (2024), અને હવે SRH (2025માં 8 કરોડમાં ખરીદાયો).
જયદેવ ઉનડકટ (સનરાઇઝર્સ હૈદરાબાદ)
આ સિવાય જયદેવ ઉનડકટ પણ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો ભાગ છે. જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રની રણજી ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યો છે.
IPL કરિયર:
કોલકાતા નાઇટ રાઇડર્સ (2010-2012), રોયલ ચેલેન્જર્સ બેંગલોર (2013), દિલ્હી કેપિટલ્સ (2014-2015), રાજસ્થાન રોયલ્સ (2018-2020), મુંબઇ ઇન્ડિયન્સ (2022), અને હવે SRH (2025માં 1 કરોડમાં ખરીદાયો).
ચેતન સાકરિયા (કોલકાતા નાઇટ રાઇડર્સ)
ચેતન સાકરિયા મૂળ ભાવનગરનો છે અને સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફીમાં રમે છે. ચેતન સાકરિયા IPL 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ છે. ચેતન સાકરિયાનો ઉમરાન મલિક ઇજાગ્રસ્ત થતા રિપ્લેસમેન્ટ તરીકે સમાવેશ કરાયો છે. ચેતન સાકરિયા આ પહેલા IPLમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સનો ભાગ રહી ચુક્યો છે.