
પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની ટીમો IPL 2025ની પહેલી ક્વોલિફાયર મેચ રમવા જઈ રહી છે. PBKSની ટીમે પોતાની છેલ્લી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને હરાવીને ક્વોલિફાયર મેચ માટે પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું હતું. જ્યારે RCBની ટીમે પણ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રોમાંચક મેચ જીતીને પહેલી ક્વોલિફાયર મેચમાં જગ્યા મેળવી હતી. બંને ટીમો વચ્ચે આજે (29 મે) ક્વોલિફાયર-1 રમાશે. આજે જે ટીમ જીતશે તેણે ફાઈનલમાં જગ્યા મળશે. જ્યારે હારનારી ટીમને વધુ એક તક મળશે અને તે ક્વોલિફાયર-2માં એલિમીનેટર જીતનારી ટીમ સામે રમશે. પરંતુ જો IPLની પહેલી ક્વોલિફાયર મેચમાં વરસાદ પડે તો શું થશે. ચાલો જાણી શું કહે છે IPLના નિયમો.
મેચમાં વરસાદ પડ્યો તો શું થશે?
આજે IPL 2025ની પહેલી ક્વોલિફાયર ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. જો PBKS અને RCB વચ્ચે રમાઈ રહેલી પહેલી ક્વોલિફાયર મેચમાં વરસાદ પડે છે, તો તેની સીધી અસર RCB પર પડશે. જો IPLની પહેલી ક્વોલિફાયર મેચ વરસાદમાં ધોવાઈ જાય, તો PBKSની ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે અને RCB એ ક્વોલિફાયર-2 રમવી પડશે. આ પાછળનું કારણ એ છે નેટ રન રેટ કારણે IPLના પોઈન્ટ્સ ટેબલમાં PBKSની ટીમ RCB કરતાં આગળ છે, તેથી શ્રેયસ અય્યરની PBKSને વરસાદનો ફાયદો મળશે.
પોઈન્ટ્સ ટેબલ બંને ટીમોનું સ્થાન
IPLના પોઈન્ટ્સ ટેબલમાં PBKS અને RCB બંને ટીમોના 19-19 પોઈન્ટ છે. પરંતુ PBKSની નેટ રન રેટ +0.372 છે, જ્યારે બેંગ્લોરની નેટ રન રેટ +0.301 છે. સમાન પોઈન્ટ હોવા છતાં, RCBની ટીમ નેટ રન રેટમાં PBKSથી પાછળ છે. જો પ્રથમ ક્વોલિફાયર મેચમાં વરસાદ પડે છે, તો PBKSની ટીમ મેચ રમ્યા વિના પણ ફાઇનલમાં પ્રવેશ કરશે. પ્રથમ ક્વોલિફાયર મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી રાખવામાં આવ્યો.
ચંદીગઢમાં વરસાદની શક્યતા
PBKS અને RCB બંને માટે સારા સમાચાર એ છે કે 29 મેના રોજ ચંદીગઢમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. PBKS અને RCB વચ્ચેની પ્રથમ ક્વોલિફાયર મેચમાં વરસાદ ન પડવાને કારણે, લોકોને એક રોમાંચક મેચ જોવા મળી શકે છે.