
IPL 2025ની 18મી સિઝન ચાલી રહી છે. બધી ટીમો IPLમાં સખત મહેનત કરી રહી છે અને ટ્રોફી જીતવા પરસેવો પાડી રહી છે. IPL 2025માં એમએસ ધોની ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે તે 43 વર્ષની ઉંમરે CSK માટે વિકેટકીપર તરીકે ભાગ લઈ રહ્યો છે. આ દરમિયાન ધોનીની નિવૃત્તિ અંગે ચર્ચાઓ ચાલુ છે. જોકે, હવે કેપ્ટન કૂલે પોતાની નિવૃત્તિ પર મૌન તોડ્યું છે. તેણે જણાવ્યું છે કે તે IPLમાં ક્યાં સુધી ભાગ લેશે.
ધોનીએ પોતાનું મૌન તોડ્યું
ધોનીની નિવૃત્તિ અંગે હંમેશા ચર્ચા થતી રહે છે કે ધોની IPLમાં ક્યાં સુધી ભાગ લેશે? હવે કેપ્ટન કૂલે આ અંગે મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે, "હું હજુ પણ IPL રમી રહ્યો છું, મેં તેને ખૂબ જ સરળ રાખ્યું છે. હું અત્યારે 43 વર્ષનો છું, આ સિઝન પૂરી થશે પછી હું જુલાઈમાં 44 વર્ષનો થઈ જઈશ. તેથી મારી પાસે 10 મહિનાનો સમય છે કે હું નક્કી કરી શકું કે મારે બીજા એક વર્ષ માટે રમવું છે કે નહીં અને તે હું નથી નક્કી કરતો, તે મારું શરીર છે જે નક્કી કરે છે કે આગળ ક્રિકેટ રમી શકાશે કે નહીં."
https://twitter.com/CricCrazyJohns/status/1908811384499953758
ધોનીની બેટિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે
IPL 2025માં ધોનીની બેટિંગ પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જ્યારે ટીમને તેની જરૂર હતી ત્યારે પણ ધોનીએ 9મા નંબર પર બેટિંગ કરી હતી. આ ઉપરાંત, ધોનીએ 5 એપ્રિલે રમાયેલી મેચમાં દિલ્હી સામે ધીમી બેટિંગ કરી હતી. સારી રીતે સેટ થયા પછી પણ તે મોટા શોટ ન રમી શક્યો. આવી સ્થિતિમાં તેની બેટિંગ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
IPL 2025માં અત્યાર સુધીનું પ્રદર્શન
ધોનીએ IPL 2025માં અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 76 રન બનાવ્યા છે. તેણે RCB સામે 30 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત, ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામે 16 રન અને દિલ્હી સામે ૩૦ રનની અણનમ ઈનિંગ રમી હતી.