Home / Sports / Hindi : Rajat Patidar and Shreyas Iyer can big record after wining IPL 2025 Final

IPL 2025 FINAL / આજે અય્યર અને પાટીદાર પાસે છે ઈતિહાસ રચવાની સુવર્ણ તક, લીગની રેકોર્ડ બુકમાં નોંધાવશે નામ

IPL 2025 FINAL / આજે અય્યર અને પાટીદાર પાસે છે ઈતિહાસ રચવાની સુવર્ણ તક, લીગની રેકોર્ડ બુકમાં નોંધાવશે નામ

આજે, 3 જૂન, 2025ના રોજ, IPL 2025ની ફાઈનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ  (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ફક્ત બે મહાન ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જ નહીં હોય, પરંતુ RCBના કેપ્ટન રજત પાટીદાર અને PBKSના કેપ્ટન શ્રેયસ અય્યર માટે ઈતિહાસ રચવાની સુવર્ણ તક પણ છે. આ બંને ખેલાડીઓ પાસે રેકોર્ડ બુકમાં પોતાના નામ નોંધાવવાની તક છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સૌથી ઝડપી IPL ટાઈટલ જીતવાની તક

31 વર્ષીય રજત પાટીદાર આ સિઝનમાં પહેલીવાર RCBની કેપ્ટનશિપ કરી રહ્યો છે, તેની પાસે એક અનોખો રેકોર્ડ બનાવવાની તક છે. જો RCB આજે આ ફાઈનલ જીતે છે, તો પાટીદાર IPL ઈતિહાસમાં સૌથી ઝડપી ટાઈટલ જીતનારા કેપ્ટનોની યાદીમાં જોડાશે. આ સિદ્ધિ તેને એવા કેપ્ટનોની સાથે જોડશે જેમણે તેમની કેપ્ટનશિપની પહેલી જ સિઝનમાં ટ્રોફી જીતી છે. અત્યાર સુધી ફક્ત હાર્દિક પંડ્યા અને શેન વોર્ન જ આ સિદ્ધિ મેળવી શક્યા છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઈટન્સ (GT) એ 2022માં પોતાનું પહેલું IPL ટાઇઈટલ જીત્યું હતું, આ પહેલા 2008માં શેન વોર્ને પહેલી જ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમને ચેમ્પિયન બનાવી હતી.

પાટીદારે આ સિઝનમાં પોતાની કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કર્યા છે. મધ્યપ્રદેશના આ બેટ્સમેને પોતાની બેટિંગથી ટીમને મજબૂત બનાવવાની સાથે મોટા નિર્ણયો લઈને 9 વર્ષની લાંબી રાહ જોયા પછી RCBની ટીમને ફાઈનલમાં પણ પહોંચાડી છે. RCBએ ક્વોલિફાયર 1માં PBKS સામે માત્ર 10 ઓવરમાં 102 રનનો ટાર્ગેટ ચેઝ કરીને પોતાની તાકાત બતાવી હતી. પાટીદારની કેપ્ટનશિપ અને તેના દ્વારા બનાવેલી યોજનાએ આ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અય્યર આવું કરનાર પ્રથમ કેપ્ટન બની શકે છે

બીજી તરફ, PBKSના કેપ્ટન શ્રેયસ ઐયર પાસે એવો રેકોર્ડ બનાવવાની તક છે જે IPLના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યો. જો PBKS આજે ટાઈટલ જીતે છે, તો અય્યર IPLમાં બે અલગ અલગ ફ્રેન્ચાઈઝી માટે ટાઈટલ જીતનાર પ્રથમ કેપ્ટન બનશે. આ સિવાય તે સતત બે વર્ષ ટાઈટલ જીતનાર કેપ્ટન બની જશે.આ પહેલા, તેણે વર્ષ 2024માં KKRની કેપ્ટનશિપ કરી હતી અને ટીમને ખિતાબ સુધી પહોંચાડી હતી.

તમને જણાવી દઈએ કે, અય્યરે ગઈ સિઝનમાં KKRને ત્રીજી વખત ચેમ્પિયન બનાવ્યું હતું અને આ વખતે PBKS એ તેને 26.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અય્યરે PBKSની ટીમને ક્વોલિફાયર 2માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે 204 રન ચેઝ કરતી વખતે શાનદાર જીત અપાવી હતી. તેની કેપ્ટનશિપ હેઠળ, PBKS એ આ સિઝનમાં સતત સારું પ્રદર્શન કર્યું અને પોઈન્ટ્સ ટેબલના ટોપ પર સ્થાન મેળવ્યું. હવે PBKS તેના પ્રથમ IPL ટાઈટલથી માત્ર 1 જીત દૂર છે.

Related News

Icon