લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે આજે IPL 2025ની 16મી મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાવાની છે પરંતુ આ મેચથી પહેલા મુંબઈનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા મુશ્કેલીમાં ફસાતો નજર આવી રહ્યો છે. તેનો LSGના મેન્ટોર ઝહીર ખાનની સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે બાદ ફેન્સ અટકળો લગાવી રહ્યાં છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું. તમને જણાવી દઈએ કે ઝહીર પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો કોચ હતો.
વાયરલ વીડિયોમાં રોહિત શર્મા ઝહીર ખાનને કહેતો નજર આવી રહ્યો છે, "જે જ્યારે કરવાનું હતું મેં બરાબર કર્યું, હવે મારે કંઈ કરવાની જરૂર નથી." સોશિયલ મીડિયાની કમેન્ટ અનુસાર વીડિયોના વાયરલ થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સે તેને પોતાના એકાઉન્ટથી હટાવી દીધો હતો, જોકે થોડા સમય બાદ તેણે ફરીથી તેને પોસ્ટ કર્યો હતો.
ગયા વર્ષે જ્યારે હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યો ત્યારે ઈડન ગાર્ડન્સના મેદાન પર રોહિત શર્મા કોલકાતાના બેટિંગ કોચ અભિષેક નાયર સાથે વાત કરતો નજર આવ્યો હતો. તે વીડિયોએ પણ ખૂબ હોબાળો મચાવ્યો હતો. અભિષેક નાયરને રોહિત શર્મા કહી રહ્યો હતો કે, "એક એક બાબત ચેન્જ થઈ રહી છે, તે તેમની ઉપર છે, તે મારું ઘર છે ભાઈ, તે મંદિર જે મેં બનાવ્યું છે. ભાઈ મારું શું મારું તો આ અંતિમ છે."
આ વીડિયોના વાયરલ થયા બાદ અટકળો લગાવાઈ રહી હતી કે રોહિત શર્મા IPL 2025ના મેગા ઓક્શનમાં ઉતરશે અને કોલકાતા તેને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. જોકે, આવું કંઈ ન થયું અને હિટમેન આ સિઝન પણ મુંબઈનો જ ભાગ છે. જોકે એક વખત ફરી રોહિત શર્માના મોઢેથી આવા શબ્દ સાંભળ્યા બાદ ફેન્સના મનમાં ફરી સવાલ ઉઠવા લાગ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સમાં બધું ઠીક છે ને?