સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ દરમિયાન પંજાબ કિંગ્સ (PBKS) નો કેપ્ટન શ્રેયસ અય્યર (Shreyas Iyer) અમ્પાયર પર ગુસ્સે થઈ ગયો હતો, જ્યારે અમ્પાયરે તેની તરફ જોયા વિના DRS માટે સંકેત આપ્યો ત્યારે શ્રેયસ (Shreyas Iyer) ને ગુસ્સો આવી ગયો હતો. 246 રન ડિફેન્ડ કરતી વખતે પંજાબની બોલિંગે નબળી હોવાથી પણ શ્રેયસ ઐયર (Shreyas Iyer) નિરાશ થયો હતો. અભિષેક શર્મા (Abhishek Sharma) ની 141 રનની શાનદાર ઈનિંગના આધારે, SRH એ 9 બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કરી લીધો અને 8 વિકેટે જીત મેળવી હતી.
અમ્પાયર પર ભડક્યો શ્રેયસ
આ ઘટના SRHની બેટિંગ દરમિયાન 5મી ઓવરમાં બની હતી. પાવરપ્લેમાં ગ્લેન મેક્સવેલ બોલિંગ કરી રહ્યો હતો. પાંચમી ઓવરના બીજા બોલ પર, બોલ હેડના પગની બાજુમાંથી પસાર થઈને કીપરના ગ્લોવ્સમાં ગયો, તેથી કીપર અને બોલર બંનેએ અપીલ કરી. જ્યારે અમ્પાયરે આઉટ ન આપ્યો ત્યારે મેક્સવેલે DRSની મંગ કરી. અમ્પાયરે તરત જ પાછળ ફરીને જોયું અને થર્ડ અમ્પાયરને DRSનો સંકેત આપ્યો. પણ શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) આ વાત પર ગુસ્સે થઈ ગયો.
DRSનો નિયમ
જોકે, નિયમ કહે છે કે DRS લેવો કે નહીં તે કેપ્ટન દ્વારા નક્કી કરવામાં આવે છે અને અમ્પાયરે પણ તેના નિર્ણય પછી DRSની માંગ સ્વીકારવાની હોય છે. પણ કદાચ આ વખતે એવું ન બન્યું, તેથી પિચ તરફ આવતાં, શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) અમ્પાયર પર બૂમ પાડી રહ્યો હતો. તે ચહેરા પરથી એવું લાગ્યું તે ખી રહ્યો હતો કે, "અરે ભાઈ મને તો પૂછી લો." આ દરમિયાન ઐય્યર (Shreyas Iyer) ગુસ્સામાં દેખાતા હતા, જોકે બાદમાં તેણે પોતે DRS લેવાનું નક્કી કર્યું.
DRS લીધા બાદ પણ બેટ્સમેન નોટ આઉટ જ રહ્યો હતો. આ મેચમાં હેડ (Travis Head) એ 37 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા (Abhishek Sharma) એ 141 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. આ IPLમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ છે.
PBKSની બીજી હાર
શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ની કેપ્ટનશિપ હેઠળ, પંજાબ કિંગ્સ (PBKS) એ સતત 2 જીત સાથે આ સિઝનની શરૂઆત કરી હતી પરંતુ તે પછી તેને 2 હારનો સામનો કરવો પડ્યો હતો. SRH સામેની હાર પંજાબ (PBKS) ની બીજી હાર હતી. 5માંથી 3 જીત બાદ, ટીમ પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.