Home / Sports / Hindi : Who is Vignesh Puthur entered IPL without playing domestic cricket

કોણ છે વિગ્નેશ પુથુર? ઘરેલુ ક્રિકેટ રમ્યા વિના IPLમાં કર્યો પ્રવેશ, MI માટે કર્યું યાદગાર ડેબ્યુ

કોણ છે વિગ્નેશ પુથુર? ઘરેલુ ક્રિકેટ રમ્યા વિના IPLમાં કર્યો પ્રવેશ, MI માટે કર્યું યાદગાર ડેબ્યુ

ગઈકાલની ચેન્નાઈ અને મુંબઈની મેચમાં રોહિત શર્માના સ્થાને બીજી ઈનિંગમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી વિગ્નેશ પુથુરને IPLમાં ડેબ્યુ કરવાની તક મળી. તેણે આ તકનો પૂરો ઉપયોગ કર્યો અને પોતાના IPL ડેબ્યુને યાદગાર બનાવ્યું. વિગ્નેશે CSK કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના રૂપમાં પોતાની પહેલી IPL વિકેટ લીધી. ત્યારબાદ તેણે વિસ્ફોટક બેટ્સમેન શિવમ દુબે (9) ને આઉટ કર્યો. તેણે પોતાના સ્પેલમાં 32 રન આપીને કુલ 3 વિકેટ લીધી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાહુલ ત્રિપાઠીની વિકેટ પડ્યા પછી, ઋતુરાજ અને રચિને 67 રનની પાર્ટનરશિપ કરીને CSKને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ત્યારબાદ પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા વિગ્નેશ પુથુરે 2 વિકેટ લઈને મુંબઈ ઈન્ડિયન્સની જીતની આશા વધારી દીધી. તેણે આઠમી ઓવરના પાંચમા બોલે રુતુરાજ ગાયકવાડ (53) ને કેચ આઉટ કરાવ્યો. આ તેની IPLની પહેલી વિકેટ હતી. ત્યારબાદ તેણે 10મી ઓવરમાં શિવમ દુબે (9) ને આઉટ કર્યો. IPLના મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે વિગ્નેશ પુથુરને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

ડેબ્યુ મેચમાં 3 વિકેટ લીધી

વિગ્નેશ પુથુરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પોતાની ડેબ્યુ મેચમાં કુલ 3 વિકેટ લીધી હતી. તેણે પોતાની 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. તેણે ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબે પછી દીપક હુડ્ડાના રૂપમાં ત્રીજી વિકેટ લીધી હતી. કેપ્ટન સૂર્યકુમારે 3 ઓવર પછી તેની ઓવર રોકી હતી, આ એક મોટી ભૂલ સાબિત થઈ કારણ કે તેણે 3 ઓવરમાં 3 વિકેટ લઈને મુંબઈની વાપસી કરાવી હતી. CSK એ આ મેચ 4 વિકેટથી જીતી લીધી. ટીમે છેલ્લી ઓવરના પહેલા બોલ પર 156 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

વિગ્નેશ પુથુરે હજુ સુધી ઘરેલુ ક્રિકેટ રમ્યું નથી

લેફ્ટ આર્મ સ્પિનર ​​વિગ્નેશ પુથુરે 11 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. કેરળ ક્રિકેટ લીગની પહેલી સિઝનમાં તે એલેપ્પી રિપલ્સ ટીમનો ભાગ હતો. પુથુરે તે ટૂર્નામેન્ટમાં ફક્ત ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સ્કાઉટ્સનું ધ્યાન ખેંચ્યું, જેમણે તેને ટ્રાયલ માટે આમંત્રણ આપ્યું હતું.

વિગ્નેશ પુથુર હજુ સુધી ઘરેલુ ક્રિકેટમાં નથી રમ્યો. જોકે, આ પહેલા જ તેને IPLમાં રમવાની તક મળી ગઈ. IPLના મેગા ઓકશનમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

Related News

Icon