Home / Sports : How many players from which IPL team got a place in the Indian Test team?

ભારતીય ટેસ્ટ ટીમાં કઈ IPL ટીમના કેટલા ખેલાડીઓને સ્થાન મળ્યું? જાણો લિસ્ટ

ભારતીય ટેસ્ટ ટીમાં કઈ IPL ટીમના કેટલા ખેલાડીઓને સ્થાન મળ્યું? જાણો લિસ્ટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શનિવાર, 24 મેના રોજ ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે કુલ 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, આ ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિનની નિવૃત્તિ પછી આ ટીમ ઘણી યુવાન દેખાઈ રહી છે. અહીં IPL ટીમોની યાદી પર એક નજર કરો, જેના ખેલાડીઓ ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ થયા છે. આ યાદીમાં શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ નંબર 1 છે. તેમજ RCB અને KKRના એક પણ ખેલાડીને ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાત ટાઇટન્સના 5 ખેલાડીઓ

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં ગુજરાત ટાઇટન્સની સંખ્યા સૌથી વધુ છે. શુભમન ગિલને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે જીટી ટીમના મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરને પણ 18 ખેલાડીઓની ટીમમાં સ્થાન મળ્યું છે.

દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના 3-3 ખેલાડીઓ

IPL 2025 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્ની ટીમમાંથી 3-3 ખેલાડીઓની પસંદગી ભારતીય ટેસ્ટ સ્ક્વોડમાં થઈ છે. દિલ્હી તરફથી કેએલ રાહુલ, કરુણ નાયર અને કુલદીપ યાદવને સ્થાન મળ્યું છે, જ્યારે લખનૌમાંથી ઋષભ પંત, આકાશદીપ સિંહ અને શાર્દુલ ઠાકુરની પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, પંતને ઉપ-કેપ્ટનની જવાબદારી મળી છે.

રાજસ્થાન રોયલ્સના બે ખેલાડીઓને સ્થાન મળ્યું

રાજસ્થાન રોયલ્સના કુલ 2 ખેલાડીઓને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. પહેલો વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલનો છે. આ જયસ્વાલનો ઇંગ્લેન્ડનો પહેલો પ્રવાસ હશે. બીજું નામ બેકઅપ વિકેટ કીપર ધ્રુવ જુરેલનું છે.

SRH, CSK, MI અને PBKSના 1-1 ખેલાડી

સનરાઇઝર્સ હૈદરાબાદના નીતિશ કુમાર રેડ્ડી, ચેન્નાઈ સુપર કિંગ્સના રવિન્દ્ર જાડેજા, મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જસપ્રીત બુમરાહ અને પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહને ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ કરાયેલા ખેલાડીઓની યાદી-

  • GT- શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ
  • DC- કેએલ રાહુલ, કરુણ નાયર અને કુલદીપ યાદવ
  • RR- યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ
  • LSG- ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), આકાશદીપ, શાર્દુલ ઠાકુર
  • SRH - નીતિશ કુમાર રેડ્ડી
  • PBKS- અર્શદીપ સિંહ
  • CSK - રવિન્દ્ર જાડેજા
  • MI - જસપ્રીત બુમરાહ
  • અભિમન્યુ ઈશ્વરન કોઈ પણ IPL ટીમનો ભાગ નથી, તે ભારતીય ટીમમાં પસંદ થયેલ 18મો ખેલાડી છે.
Related News

Icon