Home / Sports : The Indian Test team changed in 4 months England Tour New Players Enter Squad

4 મહિનામાં કેટલી બદલાઇ ગઇ ભારતીય ટેસ્ટ ટીમ, 2 નવા ખેલાડીઓને ઇંગ્લેન્ડની ટિકિટ; ઓસ્ટ્રેલિયા પ્રવાસનો ભાગ રહેલા 7 ધુરંધર બહાર

4 મહિનામાં કેટલી બદલાઇ ગઇ ભારતીય ટેસ્ટ ટીમ, 2 નવા ખેલાડીઓને ઇંગ્લેન્ડની ટિકિટ; ઓસ્ટ્રેલિયા પ્રવાસનો ભાગ રહેલા 7 ધુરંધર બહાર

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આગામી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુંબઇમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. 18 સભ્યોની ટીમની કમાન શુભમન ગિલને સોપવામાં આવી છે જ્યારે વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

4 મહિનામાં બદલાઇ ગઇ ટેસ્ટ ટીમ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 બાદ ભારતીય ટીમની આ પ્રથમ ટેસ્ટ સિરીઝ છે. ભારતે ગત વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો અને આ પ્રવાસ જાન્યુઆરીમાં સિડની ટેસ્ટ સાથે પૂર્ણ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ભારતીય ટીમ માટે યાદગાર નહતો અને પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં તેને 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયા પ્રવાસનો ભાગ 7 ખેલાડી થયા બહાર

હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસની તુલનામાં ઇંગ્લેન્ડ સિરીઝમાં ભારતીય ટીમ બદલાયેલી જોવા મળશે. આ બદલાવ ચાર મહિનામાં જ થયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમનો ભાગ રહેલા 7 ખેલાડી ઇંગ્લેન્ડ પ્રવાસે નહીં જાય જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું પણ નામ સામેલ છે જેમને તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.

રવિચંદ્રન અશ્વિન પણ ઇંગ્લેન્ડ પ્રવાસનો ભાગ નથી. અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. આ સિવાય મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાન અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને પણ ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં જગ્યા મળી નથી. તનુષ કોટિયન અને દેવદત્ત પડ્ડિકલ પણ ટીમનો ભાગ નથી. તનુષ અને પડ્ડિકલને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિરીઝમાં સ્કવોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા.

5 ખેલાડી એવા છે જે ઓસ્ટ્રેલિયા પ્રવાસનો ભાગ નહતા પરંતુ ઇંગ્લેન્ડ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જેમાં અર્શદીપ સિંહ, સાઇ સુદર્શન, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર અને કરૂણ નાયરનું નામ સામેલ છે. સાઇ સુદર્શન અને અર્શદીપ સિંહ તો પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ થયા છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ હતા. બુમરાહે તો તે પ્રવાસમાં બે ટેસ્ટ મેચમાં કેપ્ટન્સી પણ કરી હતી. હવે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે લીડરશિપ રોલમાં પણ બદલાવ જોવા મળ્યો છે અને ભારતીય ટીમ નવા કેપ્ટનની અંડર રમશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે આવી હતી ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, તનુષ કોટિયન, દેવદત્ત પડ્ડિકલ

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, રિષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), અભિમન્યુ ઇશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરૂણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

ભારત Vs ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ

પ્રથમ ટેસ્ટ: 20-24 જૂન, 2025-હેડિંગ્લે,લીડ્સ
બીજી ટેસ્ટ: 2-6 જુલાઇ, 2025-એજબેસ્ટન, બર્મિંઘહામ
ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઇ, 2025-લોર્ડ્સ, લંડન
ચોથી ટેસ્ટ: 23-27 જુલાઇ, 2025-ઓલ્ડ ટ્રેફર્ડ, મેનચેસ્ટર
પાંચમી ટેસ્ટ: 31 જુલાઇ-4 ઓગસ્ટ, 2025- ધ ઓવલ, લંડન

 

 

Related News

Icon