
અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ની ગણતરી ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તેણે હંમેશા વિદેશી ધરતી પર સારું પ્રદર્શન કર્યું છે. આજે રહાણે (Ajinkya Rahane) 37 વર્ષનો થયો છે અને તે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 6 જૂન 1988ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. રહાણે (Ajinkya Rahane) ની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 2020-21માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2-1થી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી હતી. ત્યારે ભારતે સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં ગાબા મેદાન પર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
જ્યારે પણ તેણે ટેસ્ટ સદી ફટકારી, ટીમ ઈન્ડિયા તે મેચ નથી હારી
અજિંક્ય રહાણે (Ajinkya Rahane) એ તેની ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 12 સદી ફટકારી છે. જ્યારે પણ તેણે ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે, ત્યારે ટીમ ઈન્ડિયા તે ટેસ્ટ નથી હારી. તેણે સાઉથ આફ્રિકા સામે ત્રણ સદી, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સામે બે-બે ટેસ્ટ સદી અને ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ સદી ફટકારી છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે.
રહાણેની કેપ્ટનશિપ હેઠળ ભારત એક પણ ટેસ્ટ નથી હાર્યું
અજિંક્ય રહાણે (Ajinkya Rahane) એ કુલ 6 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી, જેમાંથી ટીમે 4 જીતી હતી અને બે મેચ ડ્રો રહી હતી. જ્યારે પણ તેણે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. ત્યારે ભારત એક પણ ટેસ્ટ મેચ હાર્યું નથી.
ભારત માટે ટેસ્ટમાં 5000થી વધુ રન બનાવ્યા
અજિંક્ય રહાણે (Ajinkya Rahane) હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. ટીમ ઈન્ડિયામાં ઘણા યુવા ખેલાડીઓએ તેનું સ્થાન લીધું છે. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2023માં રમી હતી. તેણે અત્યાર સુધીમાં 85 ટેસ્ટ મેચમાં કુલ 5077 રન બનાવ્યા છે, જેમાં 12 સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેના નામે ODI ક્રિકેટમાં 90 મેચમાં 2962 રન છે. જ્યારે તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 મેચમાં 375 રન બનાવ્યા છે. તાજેતરમાં તેણે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કર્યું હતું.