Home / Sports : India tour of Australia 2025-26 schedule announced

IND vs AUS / ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ જાહેર થયું, જાણો ક્યારે અને ક્યાં રમાશે બધી મેચ

IND vs AUS / ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ જાહેર થયું, જાણો ક્યારે અને ક્યાં રમાશે બધી મેચ

ઓસ્ટ્રેલિયાએ 2025-26 માટે તેના સ્થાનિક આંતરરાષ્ટ્રીય શેડ્યૂલની જાહેરાત કરી છે. જેમાં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ રવિવારે (30 માર્ચ) તેના ઘરઆંગણે 10 ઓગસ્ટથી શરૂ થતા આંતરરાષ્ટ્રીય શેડ્યૂલની જાહેરાત કરી છે. જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ પૂર્ણ કર્યાના થોડા અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયા ઉત્તર ઓસ્ટ્રેલિયાના ડાર્વિન, કેર્ન્સ અને મેકેમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચ રમશે. મેકે પહેલીવાર ઓસ્ટ્રેલિયન પુરૂષ ટીમની મેચનું આયોજન કરશે. ડાર્વિન 17 વર્ષમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ODI અને T20I સિરીઝનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર વચ્ચે એટલે કે 21 દિવસમાં કુલ 8 મેચ રમશે. ODI સિરીઝમાં કુલ 3 મેચ રમાશે જ્યારે T20I સિરીઝમાં 5 મેચ રમાશે. આ પછી, એશિઝ 2025-26 21 નવેમ્બરથી શરૂ થશે. એશિઝની પહેલી ટેસ્ટ મેચ પર્થમાં રમાશે.

સાઉથ આફ્રિકાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ(3 ટી20, 3 વનડે)

  • 10 ઓગસ્ટ: પહેલી ટી20, ડાર્વિન (નાઈટ)
  • 12 ઓગસ્ટ: બીજી ટી20, ડાર્વિન (નાઈટ)
  • 16 ઓગસ્ટ: ત્રીજો ટી20, કેર્ન્સ (નાઈટ)
  • 19 ઓગસ્ટ: પહેલી વનડે, કેર્ન્સ (ડી/એન)
  • 22 ઓગસ્ટ: બીજી વનડે, મેકે (ડે/નાઈટ)
  • 24 ઓગસ્ટ: ત્રીજી વનડે, મેકે (ડે/નાઈટ)

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (3 વનડે, 5 ટી20)

  • 19 ઓક્ટોબર: પહેલી વનડે, પર્થ સ્ટેડિયમ (ડે-નાઈટ)
  • 23 ઓક્ટોબર: બીજી વનડે, એડિલેડ (ડે-નાઈટ)
  • 25 ઓક્ટોબર: ત્રીજી વનડે, સિડની (ડે-નાઈટ)
  • 29 ઓક્ટોબર: પહેલી ટી20, કેનબેરા (નાઈટ)
  • 31 ઓક્ટોબર: બીજી ટી20, એમસીજી (નાઈટ)
  • 2 નવેમ્બર: ત્રીજી ટી20, હોબાર્ટ (નાઈટ)
  • 6 નવેમ્બર: ચોથી ટી20, ગોલ્ડ કોસ્ટ (નાઈટ)
  • 8 નવેમ્બર: પાંચમી ટી20, ગાબ્બા (નાઈટ)

મેન્સ એશિઝ 2025-26

  • 21-25 નવેમ્બર: પહેલી ટેસ્ટ, પર્થ સ્ટેડિયમ
  • 4-8 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, ગાબ્બા (ડે-નાઈટ)
  • 17-21 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, એડિલેડ
  • 26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, એમસીજી
  • 4-8 જાન્યુઆરી, ૫મી ટેસ્ટ, એસસીજી
TOPICS: IND vs AUS T20I ODI
Related News

Icon