Home / Sports : Mohammed Siraj explained why he did not get a place in the team

'રોહિત ભાઈને ખબર છે', મોહમ્મદ સિરાજે જણાવ્યું તેને કેમ ટીમમાં જગ્યા નહોતી મળી?

'રોહિત ભાઈને ખબર છે', મોહમ્મદ સિરાજે જણાવ્યું તેને કેમ ટીમમાં જગ્યા નહોતી મળી?

ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે રોહિત શર્મા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, ‘મને ચેમ્પિયન ટ્રોફી 2025(Champion Trophy 2025)માં જગ્યા ન મળવાનું કારણ રોહિતભાઈ છે. મારી પસંદગી ન થતા હું ખૂજ નિરાશ થયો હતો.’ વન-ડે વર્લ્ડકપ 2023 (One Day World Cup 2023) અને T20 વર્લ્ડકપ 2024(T20 World Cup 2024)માં સિરાજને જગ્યા મળી ન હતી, જ્યારે ટીમ મેનેજમેન્ટે પાંચ સ્પિનરોની પસંદગી કરી હતી. સિરાજને નૉન-ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે રખાયો હતો, જોકે પછી તેની જરૂર પડી ન હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

‘મને રોહિત-ટીમ મેનેજમેન્ટનો નિર્ણય હજમ થયો ન હતો’

IPL-2025માં ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans)ના ખેલાડી સિરાજે કહ્યું કે, ‘દેશ માટે રમવાથી હું ખૂબ ઉત્સાહિત થઉં છું. મને ખબર હતી કે, રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ ટીમના હિતમાં જ નિર્ણય લેશે. જ્યારે તમે દેશ માટે રમો છો, ત્યારે ખૂબ વિશ્વાસ મળે છે. આંતરરાષ્ટ્રીય ખેલાડી હોવાના કારણે તમે હંમેશા ICC ઇવેન્ટ રમવા ઇચ્છો છો. શરૂઆતમાં મને રોહિત અને ટીમ મેનેજમેન્ટનો નિર્ણય હજમ થયો ન હતો. રોહિતભાઈ જે નિર્ણય લે છે, તે શ્રેષ્ઠ હોય છે અને તેમણે તે જ કર્યું. તેમની પાસે ઘણો અનુભવ છે અને તેઓ જાણે છે કે, દુબઈની પીચ પર ઝડપી બોલરેને વધુ મદદ નહીં મળે. ત્યાં સ્પિનર્સને વધુ ફાયદો થશે, તેથી જ તેમણે જાણી જોઈને મને ટીમમાં બહાર રાખવાનો નિર્ણય કર્યો હતો.’

મેં બ્રેકનો સદુઉપયોગ કર્યો

સિરાજે કહ્યું કે, ‘ચેમ્પિયન ટ્રોફીમાંથી બ્રેક મળતાં મેં ફિટનેસ અને બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. હું લાંબા સમયથી રમી રહ્યો હતો, તેથી મને મારી ભૂલને અહેસાસ નહોતો થયો. સૌથી મહત્ત્વની વાત ભારતની ચેમ્પિયન ટ્રોફી જીતવાની છે. હું લાંબા સમયથી સતત રમી રહ્યો હતો, તેથી મેં બ્રેક વખતે ફિટનેસ અને બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. જ્યારે તમે રમતાં હોવ છો, ત્યારે તમે શું ભૂલ કરી રહ્યા છો, તેનો અહેસાસ થતો નથી. તેથી મારા માટે બ્રેક સારો સમય રહ્યો અને અમે આપણે ચેમ્પિયન ટ્રોફી જીતી, જે સૌથી ખુશીની વાત છે.’

Related News

Icon