
પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું છે. પંજાબે IPL 2025ની પાંચમી મેચમાં પ્રથમ બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 232 રન જ બનાવી શકી હતી. પંજાબ માટે શ્રેયસ અય્યરે સારી ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે અણનમ 97 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે અંતિમ ઓવરમાં સાથી ખેલાડી શશાંક સિંહને એક વાત કરી હતી જેનો ફાયદો ટીમને થયો હતો.
શશાંકે કર્યો ખુલાસો
પંજાબ કિંગ્સે 19 ઓવરમાં 220 રન બનાવી લીધા હતા. ટીમ માટે શ્રેયસ અય્યર અને શશાંક સિંહ બેટિંગ કરી રહ્યાં હતા. અય્યર 97 રન બનાવીને રમતો હતો. જ્યારે શશાંક 22 રને રમતો હતો. અય્યરે અંતિમ ઓવર પહેલા શશાંકને કહ્યું હતું કે મારી સદીની ચિંતા ના કરો. આ વાતનો ખુલાસો ખુદ શશાંકે કર્યો છે. શશાંકે કહ્યું, "શ્રેયસે મન કહ્યું ક આક્રમક થઇને રમો, તેને અંતિમ ઓવર શરૂ થયા પહેલા કહ્યું કે પુરુ જોર લગાવી દો.'
https://twitter.com/IPL/status/1904754184857280994
અય્યરના મેસેજનો પડ્યો ફરક
પંજાબ કિંગ્સે અંતિમ ઓવરમાં 23 રન બનાવ્યા હતા. શશાંક સિંહે પાંચ ફોર ફટકારી હતી. આ સાથે એક વખત ડબલ રન પણ લીધા હતા. પંજાબની જીતના અંતરને જોઇએ તો તેને આ મેચ 11 રને જીતી લીધી હતી. અય્યરના મેસેજ બાદ શશાંકે વધુ ખુલીને રમવાનું શરૂ કર્યું હતું. જો આ ઓવરમાં 23 રન ના બન્યા હોત તો પંજાબ માટે જીત મુશ્કેલ બની ગઇ હોત.