
વૈભવ સૂર્યવંશીએ પટણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એરપોર્ટ પર મુલાકાત કરી હતી. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે સારી રમત રમી હતી. વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ વિરૂદ્ધ મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે જ વૈભવ IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો હતો.
PM મોદીએ શેર કરી તસવીર
પીએમ નરેન્દ્ર મોદીએ પણ વૈભવ સૂર્યવંશી સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના X હેન્ડલ પર લખ્યુ, 'પટણા એરપોર્ટ પર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેમના પરિવાર સાથે મુલાકાત થઇ, તેમની ક્રિકેટ સ્કિલની આખા દેશમાં પ્રશંસા થઇ રહી છે, તેમના ભવિષ્ય માટે મારી શુભકામનાઓ.'
https://twitter.com/narendramodi/status/1928365755839476062
વૈભવ સૂર્યવંશીનું IPL 2025માં પ્રદર્શન
વૈભવ સૂર્યવંશીએ IPLની વર્તમાન સિઝનમાં કૂલ 7 મેચ રમી હતી જ્યા તેને 252 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 36.00ની રહી હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 206.55નો રહ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ 122 બોલ રમી હતી અને 18 ફોર અને 24 સિક્સર ફટકારી હતી.