
BCCIના વર્તમાન ઉપાધ્યક્ષ રોજર બિન્ની બાદ વચગાળાના અધ્યક્ષના રૂપમાં રાજીવ શુકલાના પદભાર સંભાળવાની આશા છે. મહત્ત્વપૂર્ણ છે કે રોજર બિન્ની સૌરવ ગાંગુલી બાદ BCCIના 36માં અધ્યક્ષ બન્યા હતા.
રોજર બિન્નીનો કાર્યકાળ
BCCI અધ્યક્ષના રૂપમાં બિન્નીનો કાર્યકાળ ભારતની ટી-20 વર્લ્ડકપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2205માં જીત સુધી રહ્યો હતો. બિન્ની જલદી BCCIની વય સીમા નિયમને કારણે પોતાના પદ પરથી હટી જશે. નિયમ અનુસાર 70 વર્ષ પૂર્ણ થવા પર પોતાનું પદ છોડવું પડશે. તે 19 જુલાઇ 2025એ 70 વર્ષના થઇ જશે.
https://twitter.com/PTI_News/status/1929408806422794416
રોજર બિન્ની 2022માં BCCI અધ્યક્ષ બન્યા હતા
મહત્ત્વપૂર્ણ છે કે રોજર બિન્ની વર્ષ 2022માં BCCIના અધ્યક્ષ બન્યા હતા. બિન્નીએ સૌરવ ગાંગુલીને રિપ્લેસ કર્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે રોજર બિન્ની 19834માં ભારતની પ્રથમ વર્લ્ડકપ વિજેતા ટીમના મહત્ત્વના સભ્ય રહ્યા હતા. વર્લ્ડકપ 1983માં બિન્નીએ 18 વિકેટ ઝડપી હતી. રાજીવ શુકલા વર્ષ 2020થી BCCIના ઉપાધ્યક્ષ પદ પર છે, તેમને 2017 સુધી ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સચિવ અને 2018 સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું છે.
રોજર બિન્નીના જન્મ દિવસ (19 જુલાઇ)એ ઓફિશિયલ જાહેરાત થવાની સંભાવના છે પરંતુ જો બધુ યોજના અનુસાર થયું તો રાજીવ શુકલા આ વર્ષે જુલાઇમાં BCCIના કામકાજની કમાન સંભાળશે.