
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું છે. ભારત ચેમ્પિયન થતા જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાના વન ડેમાંથી સંન્યાસની ચર્ચા થવા લાગી હતી. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ચાલતા રૂમર્સનો જવાબ આપ્યો છે.
રવિન્દ્ર જાડેજાએ આપ્યો જવાબ
ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ શેર કરતા લખ્યુ કે, 'No Unnecessary Rumours Thanks' (કોઈ બિનજરૂરી અફવાઓ પર ધ્યાન ના આપો, આભાર.)
રવિન્દ્ર જાડેજાનો વીડિયો થયો હતો વાયરલ
દુબઇમાં ભારતની જીત બાદ જાડેજાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં જાડેજા કોહલીને ગળે લાગતો જોવા મળ્યો હતો. લોકોએ તે બાદ અટકળો લગાવી હતી કે જાડેજા સંન્યાસની જાહેરાત કરી શકે છે.
જાડેજાએ ફટકાર્યો હતો વિનિંગ શોટ
રવિન્દ્ર જાડેજાએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચ રમતા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં એક વિકેટ ઝડપી હતી. જાડેજાએ ટોમ લાથમને આઉટ કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ બાઉન્ડ્રી ફટકારીને ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું.
રવિન્દ્ર જાડેજાએ 2009માં કોલંબોમાં શ્રીલંકા વિરૂદ્ધ પોતાનું વન ડે ડેબ્યૂ કર્યું હતું અને આ ફોર્મેટમાં 203 મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે જેમાં 230 વિકેટ ઝડપી છે અને બેટથી 8,150 રન બનાવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, રવિન્દ્ર જાડેજા ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ ટી-20 ફોર્મેટમાંથી સંન્યાસ લઇ ચુક્યો છે.
રવિન્દ્ર જાડેજાએ આપ્યો જવાબ