
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ લોર્ડ્સમાં શાનદાર બેટિંગ કરી હતી. જાડેજાએ પ્રથમ ઈનિંગમાં 72 રન બનાવ્યા હતા. જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની 29મી અડધી સદી પૂર્ણ કરી હતી. આ અડધી સદી સાથે, જાડેજાએ વીવીએસ લક્ષ્મણના રેકોર્ડની બરાબરી કરી છે.
જાડેજાએ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં નંબર-6 કે તેથી નીચે બેટિંગ કરતી વખતે તેની 28મી અડધી સદી ફટકારી હતી. આ અડધી સદી સાથે, જાડેજાએ નંબર-6 કે તેથી નીચે બેટિંગ કરતી વખતે વીવીએસ લક્ષ્મણની બરાબરી કરી છે.
આ બંનેએ ભારત માટે ટેસ્ટમાં નંબર-6 કે તેથી નીચે બેટિંગ કરતી વખતે 28 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. આ બાબતમાં ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ ટોપ પર છે. તેણે નંબર-6 કે તેથી નીચે બેટિંગ કરતી વખતે 38 વખત 50થી વધુ સ્કોર બનાવ્યા છે.
જ્યારે બીજા નંબર પર મહાન કપિલ દેવનું નામ નોંધાયેલું છે. તેણે 35 વખત નંબર-6 કે તેથી નીચે બેટિંગ કરતી વખતે અડધી સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજા હવે ફક્ત એમએસ ધોની અને કપિલ દેવથી પાછળ છે. તે જોવું રસપ્રદ રહેશે કે તે આ રેકોર્ડ તોડી શકશે કે નહીં?
ટેસ્ટમાં નંબર-6 કે તેથી નીચે બેટિંગ કરતી વખતે 50 પ્લસ રન બનાવનાર ભારતીય
- એમએસ ધોની: 38
- કપિલ દેવ: 35
- વીવીએસ લક્ષ્મણ: 28
- રવિન્દ્ર જાડેજા: 28*
- રવિચંદ્રન અશ્વિન: 20
બીજી વખત કર્યું આ કારનામું
આ સિવાય, રવિન્દ્ર જાડેજાએ પોતાની કારકિર્દીમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. જાડેજાએ બીજી વખત સતત ત્રણ ટેસ્ટ ઈનિંગ્સમાં અડધી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 2019માં સાઉથ આફ્રિકા સામેની મેચમાં 91 અને 51 રન બનાવ્યા હતા.
જ્યારે તે પછીની મેચમાં, તેણે બાંગ્લાદેશ સામે અણનમ 60 રન બનાવ્યા. વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસ પર, જાડેજાએ બર્મિંઘમ ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં 89 અને 69 રન બનાવ્યા હતા. હવે તેણે લોર્ડ્સ ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં 72 રન બનાવ્યા છે.