Home / Sports : Rishabh Pant breaks many records by scoring a century

ઋષભ પંતે RCB સામે 54 બોલમાં સદી ફટકારી બનાવ્યા અઢળક રેકોર્ડ્સ

ઋષભ પંતે RCB સામે 54 બોલમાં સદી ફટકારી બનાવ્યા અઢળક રેકોર્ડ્સ

IPL 2025ની આખી સિઝનમાં રન માટે સંઘર્ષ કરી રહેલા લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન ઋષભ પંતે ટીમની છેલ્લી મેચમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની મેચમાં 61 બોલમાં અણનમ 118 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. પંતે 54 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. પંતની વિસ્ફોટક બેટિંગના કારણે જ લખનઉ સુપર જાયન્ટ્સે RCBને 228 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પંતે વિવિધ રેકોર્ડ સર્જ્યા

27 વર્ષીય ઋષભ પંતે આ સદી સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે IPLમાં લખનઉના મેદાન પર સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. તે LSG માટે સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી પણ બની ગયો છે. પંતની આઈપીએલ કારકિર્દીમાં આ બીજી સદી છે, તે IPLમાં વિકેટકીપર તરીકે સદી ફટકારનારો ચોથો ખેલાડી બની ગયો છે. તે LSG માટે સદી ફટકારનાર પાંચમો ખેલાડી છે. પંત ત્રીજા કે તેનાથી નીચેના નંબર પર બે કે તેથી વધુ સદી ફટકારનારો પાંચમો ખેલાડી છે. પંતે IPLમાં 3500 રન પણ પૂરા કર્યા છે.

પંતનું શાનદાર પ્રદર્શન

પ્લેઓફમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી LSGની RCB સામે ખાસ શરૂઆત નહોતી. LSG ટોસ હારી ગયું અને બેટિંગ કરવા આવ્યું. મેથ્યુ બ્રિત્ઝકે 14 રન બનાવીને આઉટ થઇ ગયો હતો, પરંતુ ત્યાર બાદ ઋષભ પંત અને મિશેલ માર્શે સાથે મળીને મોરચો સંભાળ્યો. તેણે માર્શ સાથે મળીને બીજી વિકેટ માટે 152 રનની વિશાળ ભાગીદારી કરી. માર્શે 37 બોલમાં 67 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યાર પછી પંતે નિકોલસ પૂરન સાથે ત્રીજી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી. પંતની સદીના આધારે લખનઉએ 227/3નો સ્કોર બનાવ્યો.

Related News

Icon