Home / Sports : South African star player got injured before WTC Final 2025

WTC Final 2025 પહેલા South Africaને લાગ્યો મોટો ઝટકો, ઈજાગ્રસ્ત થયો સ્ટાર ખેલાડી

WTC Final 2025 પહેલા South Africaને લાગ્યો મોટો ઝટકો, ઈજાગ્રસ્ત થયો સ્ટાર ખેલાડી

South Africa અને Australiaએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જૂનમાં બંને ટીમો ટાઈટલ જીતવા માટે ટકરાશે. South Africaએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટાઈટલ મેચમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, ફાઈનલના 2 મહિના પહેલા South Africaને મોટો ઝટકો લાગ્યો છે. South Africaનો કેપ્ટન ઘાયલ થઈ ગયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

South Africaને મોટો ઝટકો લાગ્યો

South Africaનો કેપ્ટન Temba Bavuma WTC ફાઈનલ 2025 પહેલા ઘાયલ થયો છે. એક રિપોર્ટ અનુસાર, Temba Bavuma ક્રિકેટ સાઉથ આફ્રિકાની ડે સિરીઝ ડિવિઝન-1 ની ફાઈનલમાં ભાગ લેવાનો હતો, પરંતુ હવે ઈજાને કારણે તે આ મેચમાં ભાગ નહીં લઈ શકે. તે ફાઈનલ મેચ માટે કેપ ટાઉન લાયન્સ ટીમમાં જોડાવાનો હતો. પરંતુ કોણીની ઈજાને કારણે તે આ મેચમાં ભાગ લઈ શકશે નહીં. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે તેની ઈજા કેટલી ગંભીર છે. પરંતુ સ્ટાર ખેલાડીની ઈજાથી ટીમનું ટેન્શન વધી ગયું છે.

આફ્રિકા માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી છે

Bavuma અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં આફ્રિકાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી રમેલી 63 ટેસ્ટ મેચોમાં 37.95ની એવરેજથી 3606 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે 4 સદી અને 24 અડધી સદી પણ છે.

આ ઉપરાંત, તેણે 48 ODI મેચોમાં 43.97ની એવરેજથી 1847 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે. 36 T20 મેચોમાં તેણે 21.61ની એવરેજથી 670 રન બનાવ્યા છે. તેના તાજેતરના પ્રદર્શન વિશે વાત કરીએ તો, તેણે 2 ટેસ્ટ મેચની 3 ઈનિંગ્સમાં 31, 40 અને 106 રન બનાવ્યા છે.

Related News

Icon