Home / Sports : West Indies captain Hayley Matthews created a world record

VIDEO / Hayley Matthews એ બનાવ્યો રેકોર્ડ, સ્ટ્રેચર પર ગઈ હતી મેદાનની બહાર, પરત ફરીને ફટકારી સદી

વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન Hayley Matthews એ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર 2025ની એક મેચમાં ઈતિહાસ રચ્યો છે. તે ODI મેચમાં 4 વિકેટ લેનારી અને 90થી વધુ રન બનાવનારી પ્રથમ કેપ્ટન બની. મેચ દરમિયાન Hayley ઘાયલ થઈ હતી અને તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવી હતી. જોકે, Hayleyની કેપ્ટન ઈનિંગ છતાં, વેસ્ટ ઈન્ડીઝને રોમાંચક મેચમાં અપસેટનો સામનો કરવો પડ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર પાકિસ્તાનમાં રમાઈ રહ્યો છે. પહેલા દિવસે બે મેચ રમાઈ હતી. બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ એકબીજા સામે ટકરાયા. રોમાંચક મેચ દરમિયાન, વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન Hayley Matthews ઈજાગ્રસ્ત હોવા છતાં બેટિંગ કરવા આવી હતી. તેણે સદી પણ ફટકારી, પરંતુ તે તેની ટીમને જીત અપાવવામાં મદદ ન કરી શકી. જોકે, Hayley Matthews એ એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો વ્હ્હે.

52 વર્ષમાં પહેલી વાર આવું બન્યું

Hayley Matthews એ પ્રથમ બોલર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું, 56 રન આપીને 4 વિકેટ લીધી. આ પછી, બેટિંગ કરતી વખતે, તેણે અણનમ 114 રનની સદીની ઈનિંગ રમી. આ ઉત્તમ પ્રદર્શનને કારણે, Hayley Matthews એ ODI ક્રિકેટમાં એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તે એક જ મેચમાં 4 વિકેટ લેનારી અને 90થી વધુ રન બનાવનારી પ્રથમ ODI કેપ્ટન બની છે. Women's ODI crickeના 52 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે.

સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવી પડી

244 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, Matthewsને ક્રેમ્પ આવતા તેને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી હતી. આ ઘટના મેચની 40મી ઓવરમાં બની હતી, જ્યારે વિન્ડીઝને છેલ્લી 10 ઓવરમાં 51 રનની જરૂર હતી. મેથ્યુઝ 99 બોલમાં 95 રન બનાવીને બેટિંગ કરી રહી હતી પરંતુ તે ક્રેમ્પનો દુખાવો ન સહન કરી શકી અને તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવી પડી. જોકે, 9મી વિકેટ પડ્યા પછી, તે મેદાન પર પાછી આવી અને શાનદાર સદી ફટકારી.

વેસ્ટ ઈન્ડીઝ મેચ હારી ગયું

પ્રથમ બેટિંગ કરતા, સ્કોટલેન્ડે Megan McCall (45) અને Sarah Bryce (55) ની ઈનિંગની મદદથી 45 ઓવરમાં 244 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી Matthews એ 4 વિકેટ લીધી. જવાબમાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમ 46.2 ઓવરમાં 233 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને મેચ 11 રનથી હારી ગઈ.

Related News

Icon