Home / Sports : Suryakumar Yadav's worst performance as captain

સૂર્યકુમાર યાદવનું કેપ્ટન તરીકે સૌથી ખરાબ પર્ફોર્મન્સ, જાણો રોહિત શર્માનો ક્યો નંબર

સૂર્યકુમાર યાદવનું કેપ્ટન તરીકે સૌથી ખરાબ પર્ફોર્મન્સ, જાણો રોહિત શર્માનો ક્યો નંબર

ટીમ ઈન્ડિયામાંથી ધૂઆંધાર બેટિંગ માટે જાણીતા સૂર્યકુમાર યાદવે પોતાની જ કેપ્ટનશીપમાં કોઈ ખાસ પર્ફોર્મન્સ આપી શક્યો નથી. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી પાંચ મેચની ટી20 સિરીઝમાં માત્ર 28 રન જ બનાવી શક્યો છે. આ સાથે તે કેપ્ટન તરીકે સૌથી ખરાબ બેટિંગ કરનાર ભારતીય ખેલાડી રહ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બેટિંગમાં સૂર્યકુમાર નિષ્ફળ રહ્યો

ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટી20 સિરીઝ 4-1થી જીતી હતી. પરંતુ બેટિંગમાં સૂર્યકુમાર નિષ્ફળ રહ્યો હતો. તેણે પાંચ ટી20માં માત્ર 28 રન જ બનાવ્યા હતાં. તેની એવરેજ પણ 5.60 રહી હતી. અગાઉ સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં 8.66ની એવરેજે રન બનાવ્યા હતાં. આ વખતે પણ તે કોઈ ખાસ કમાલ કરી શક્યો નહીં.

સૌથી ખરાબ પર્ફોર્મન્સ રહ્યું 

સૂર્યકુમાર યાદવ સિરીઝમાં 5.60ની એવરેજે સૌથી ખરાબ પર્ફોર્મન્સ આપનાર કેપ્ટન રહ્યો છે. ગતવર્ષે પણ તે 8.66ની એવરેજમાં રન બનાવનાર કેપ્ટન રહ્યો હતો. કેપ્ટન તરીકે ખરાબ પર્ફોર્મન્સ કરનારામાં રોહિત શર્મા બીજા ક્રમે છે. તેણે 2022માં દક્ષિણ આફ્રિકા સામે પોતાની જ કેપ્ટનશીપમાં 14.33ની એવરેજે 43 રન બનાવ્યા હતાં. રિષભ પંતે પણ 2022માં કેપ્ટન તરીકે 14.50ની એવરેજે રન ફટકાર્યા હતાં. સૂર્યા માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટનશિપ સારી રહી છે, પરંતુ તેણે બેટથી નિરાશ કર્યા છે. ભલે તે ત્રીજા નંબરે રમે કે ચોથા નંબરે, તે દરેક વખતે મુશ્કેલીમાં મુકાયો હતો. જો કે, તિલક વર્માના બેટમાંથી ધૂઆંધાર રન નીકળ્યા હતાં. 


Icon