Home / Sports : Jasprit Bumrah sets new record by winning Sir Garfield Sobers Award

જસપ્રીત બુમરાહે જીત્યો સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ, ICC ક્રિકેટર ઓફ ધ યર બનીને રચ્યો નવો કીર્તિમાન

જસપ્રીત બુમરાહે જીત્યો સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ, ICC ક્રિકેટર ઓફ ધ યર બનીને રચ્યો નવો કીર્તિમાન

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 'આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024' તરીકે બિરદાવવામાં આવ્યો છે. આ એવોર્ડ માટે ઈંગ્લેન્ડના હેરી બ્રૂક, જો રૂટ અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ રેસમાં હતા. પરંતુ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ સાથે બુમરાહે બાજી મારતાં આઈસીસીએ તેને સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડથી સન્માનિત કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ વર્ષ દરમિયાન ક્રિકેટ શ્રેત્રે સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરનારા ખેલાડીને આપવામાં આવે છે. 2023માં પેટ કમિન્સને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 

મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ વિશ્વના મહાન ક્રિકેટરોમાંના એક ગારફિલ્ડ સોબર્સના નામ પરથી રાખવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરને ગેરી સોબર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આઈસીસી દ્વારા એન્યુઅલ એવોર્ડની શરૂઆત બાદ સૌપ્રથમ વખત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી ભારતીય દિગ્ગજ ભૂતપૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડને 2004માં આપવામાં આવી હતી. બાદમાં 2010માં સચિન તેંદુલકરને અને 2017 તથા 2018માં વિરાટ કોહલીને આ ટ્રોફીથી સન્માનિત કરાયો હતો.

2016 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનારા બુમરાહે પહેલી વાર 'સર ગારફિલ્ડ સોબર્સ' ટ્રોફી જીતી છે. તે 'સર ગારફિલ્ડ સોબર્સ' જીતનાર પાંચમો ભારતીય ક્રિકેટર છે. બુમરાહ પહેલા આ સિદ્ધિ રાહુલ દ્રવિડ (2004), સચિન તેંડુલકર (2010), રવિચંદ્રન અશ્વિન (2016) અને કોહલી (2017, 2018) એ હાંસલ કરી હતી. કોહલી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર બે વાર જીતનાર એકમાત્ર ભારતીય છે. ICC એ બુમરાહને 2024 ની ટેસ્ટ ટીમમાં પણ સામેલ કર્યો છે. તે હાલમાં ICC રેન્કિંગમાં નંબર વન ટેસ્ટ બોલર છે.


Icon