
ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઇ રવાના થઇ છે.ભારત પોતાની તમામ મેચ દુબઇમાં રમશે જ્યારે બાકી મેચ પાકિસ્તાનમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થઇ રહી છે.
ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે રવાના
મુંબઇ એરપોર્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કોચ ગૌતમ ગંભીર, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, મોર્ને મોર્કલ, કેએલ રાહુલ, અર્શદીપ સિંહ,શ્રેયસ અય્યર, સિતાંશુ કોટક, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી, આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોશ્ચેટ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, રિષભ પંત, કુલદીપ યાદવ અને કેટલોક અન્ય સ્ટાફ જોવા મળી રહ્યો છે.
https://twitter.com/ANI/status/1890677601100038645
ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પણ એક કારમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. ફિલ્ડિંગ કોચ ટી દિલીપ પણ જોવા મળ્યા હતા.
https://twitter.com/ANI/status/1890678765430391110
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઇ રવાના થયો હતો
https://twitter.com/ANI/status/1890685151577084261
23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર
ગત ચેમ્પિયન પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. પાકિસ્તાનની અંતિમ લીગ મેચ બાંગ્લાદેશ વિરૂદ્ધ રાવલપિંડીમાં 27 ફેબ્રુઆરીએ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ દુબઇમાં રમાશે. પાકિસ્તાન સિવાય ભારતના ગ્રુપમાં અન્ય બે ટીમ બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. મહામુકાબલા પહેલા ભારતનો સામનો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે અને પાકિસ્તાન સામે ટકરાયા બાદ ટીમ ઇન્ડિયા 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમશે. બીજા ગ્રુપમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દુબઇ, લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાશે. ભારત પોતાની તમામ મેચ દુબઇમાં રમશે.
સેમિ ફાઇનલ અને ફાઇનલમાં શું છે વ્યવસ્થા?
બે સેમિ ફાઇનલ 4 માર્ચ અને 5 માર્ચે રમાશે. બન્ને સેમિ ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. 9 માર્ચે યોજાનારી ફાઇનલમાં પણ રિઝર્વ ડેની વ્યવસ્થા રહેશે. પહેલા સેમિ ફાઇનલ (જો ભારત પહોંચે છે તો) દુબઇમાં રમાશે. જો ભારત ક્વોલિફાઇ નથી કરતો તો મેચ પાકિસ્તાનમાં જ રમાશે. આવી જ રીતે ફાઇનલ લાહોરમાં રમાશે. જો ભારત ફાઇનલમાં પહોંચે છે તો તે દુબઇમાં રમાશે.
ચેમ્પિયન બનનારને કેટલા રૂપિયા મળશે?
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટની વૈશ્વિક સંસ્થાએ આ ટૂર્નામેન્ટ માટે ગત વખતની તુલનામાં ઇનામી રકમમાં 53 ટકાનો વધારો કર્યો છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને 2.4 મિલિયન અમેરિકન ડૉલર એટલે કે 19.5 કરોડ રૂપિયા મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વરૂણ ચક્રવર્તી