30 માર્ચે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં CSK અને RR વચ્ચેની રોમાંચક મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ જબરદસ્ત સિક્સ ફટકારી હતી. પરંતુ જ્યારે બધાની નજર ધોની પર હતી ત્યારે એક એવી ક્ષણ આવી જેણે આખા સ્ટેડિયમને ચોંકાવી દીધું હતું. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી IPL 2025ની મેચમાં ધોનીએ 16 રન બનાવ્યા હતા. જેમાં ધોની આઉટ થતા એક ગર્લ ફેનનું રિએક્શન ખૂબ જ વાઇરલ થઈ રહ્યું છે.
ધોની આઉટ થતા મહિલા ફેનની રિએક્શન વાઇરલ
રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન CSK મુશ્કેલીમાં હોવાથી ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમને જીતવા માટે 25 બોલમાં 54 રન બનાવવાના હતા. પરંતુ ધોની રાજસ્થાન સામેની મેચમાં તે 11 બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. સંદીપ શર્માના બોલ પર શિમરોન હેટમાયરે શાનદાર કેચ લીધો અને ધોનીને આઉટ કર્યો. આ મેચ ગુવાહાટીમાં રમાઈ રહી હતી, પરંતુ ધોનીના આઉટ થયા બાદ એક ગર્લ ફેનની પ્રતિક્રિયા વાઇરલ થઈ રહી છે.
વાઇરલ ગર્લ ધોનીની ફેન
વાઇરલ થયેલી યુવતીએ જે પ્રકારનું રિએક્શન આપ્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તે ધોનીની મોટી ફેન છે. તે જાની ખૂબ જ ગુસ્સામાં હોય એવા તેના ચહેરા પર હાવભાવ છે. તેના હાવભાવ જોઇને કમેન્ટેટર પણ કહેતા સંભળાયા હતા કે તેમનું દિલ તૂટી ગયું.
CSKને સતત 2 હારનો સામનો કરવો પડ્યો
ચેન્નાઈ સુપર કિંગ્સને IPL 2025માં સતત બે હારનો સામનો કરવો પડ્યો છે. CSKએ તેની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું હતું, પરંતુ તે પછી RCB અને રાજસ્થાન રોયલ્સ ચેન્નાઈને હરાવવામાં સફળ રહ્યા હતા. હાલ ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે.
એમએસ ધોનીનો બેટિંગ ઓર્ડર પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે. RR સામેની મેચમાં તે નવમા સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે રાજસ્થાન સામેની મેચમાં તેણે 7મા સ્થાને બેટિંગ કરી હતી પરંતુ 16 રન બનાવ્યા બાદ તેની વિકેટ ગુમાવી દીધી હતી.